ભાજપના ગૂંડાઓએ જ વિદ્યાસાગરનું સ્મારક તોડયું, નવુ બનાવવા મોદીના પૈસાની જરુર નથી : મમતા


નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વિદ્યાસાગરનું સ્મારક મમતા બેનરજીના ટીએમસીના ગૂંડાઓએ જ તોડયું છે. જેથી અમે અહીં નવુ સ્મારક બનાવી આપીશું. જોકે બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ભાજપના ગૂંડાઓએ જ વિદ્યાસાગરનું સ્મારક તોડયું છે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળને મોદી પાસેથી પૈસા માગવાની જરુર નથી અમારી પાસે પુરતા નાણા છે જ. 

મમતાએ જણાવ્યું હતું કે વિદ્યાસાગરનું સ્મારક કેવી રીતે તોડી નાખવામાં આવ્યું તે દરેકે જોયું, પશ્ચિમ બંગાળની જનતા ભાજપને એક પણ મત નહીં આપે. પશ્ચિમ બંગાળમાં નવ બેઠકો માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. ૧૯મીએ અંતીમ તબક્કામાં જ આ મતદાન યોજાશે. મમતાએ જણાવ્યું હતું કે જેમ જેમ અંતીમ તબક્કાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ મોદી પોતાના પરથી કાબુ ગુમાવવા લાગ્યા છે. મોદીએ ગેસ, પેટ્રોલ વગેરેના ભાવ ઘટાડવાના દાવા કર્યા હતા પણ એવુ થયું નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VFlcRA
via Latest Gujarati News

Post a Comment

0 Comments