એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીના સ્ટુડન્ટસ દ્વારા ટેડએક્સ ટૉકનું આયોજન કરાયું હતું, 'લર્નિંગ એન આર્ટ ટુ લર્ન' પર યોજાયેલી ટેડએક્સ ટોકમાં આઠ સ્પીકર્સે તેમના અનુભવો શેર કર્યા હતા. ટેકએક્સ ટોકમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે કહ્યું કે, સતત શીખતા રહેવાની આદત જ વ્યક્તિને સફળ બનાવે છે. દરેક જગ્યાએ શીખવા જેવી વાત હોય છે, પરંતુ દરેક જગ્યાએ શીખવાવાળા હોતા નથી. વ્યક્તિએ દરેક કામમાં પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપવું જોઇએ. કારણ કે સફળતાનો આધાર પરફોર્મન્સ અને કોન્ફિડન્સ પર હોય છે.
જેનરીક દવાઓ વિશે લોકોમાં પુરતી જાણકારી નથી
જેનરીક દવાઓ માર્કેટમાં આવી છે, પરંતુ બધા લોકો પાસે તેની પુરતી જાણકારી નથી. તેથી આજે પણ તેઓ મોંઘી કિંમત આપી દવાઓ ખરીદે છે. દવાઓ ખૂબ સસ્તી હોય છે, પરંતુ કંપનીઓ નફો કમાવા માટે મોંઘી કિંમતે દવાઓ વેંચે છે. જેનરીક દવાઓ લોકોની સહાયતા માટે માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. - અંકુર અગ્રવાલ, મેડકાર્ટ ફાઉન્ડર
માર્કેટને આકર્ષવા માટે એક્સપેરિમેન્ટ કરતા રહેવું જોઇએ
લોકોને હંમેશા કંઇક નવું જોઇતું હોય છે, તેથી એક્સપેરિમેન્ટ પર વધારે ધ્યાન આપવું જોઇએ. સાથે જ કોઇપણ કાર્યની શરૃઆત કરો ત્યારે તેને દરેક સંજોગોમાં પુર્ણ કરવાની પ્રતિજ્ઞાા લેવી જોઇએ. કારણ કે, કાર્ય પુરૃ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને બીજા કાર્યોમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. ઉપરાંત સાથીઓના કામમાંથી પણ શીખવું જોઇએ. - શાહિલ શાહ, ફૂડ બ્લોગર
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30pIqd8
via Latest Gujarati News
0 Comments