
મુંબઇ,તા.30 એપ્રિલ 2019, મંગળવાર
કેટરિના કૈફ ભૂતકાળના પ્રેમસંબંધને યાદ કરતાં ભાવનાશીલ થઇ ગઇ હતી. તેને રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ ફરી સામાન્ય થતાં સમય લાગ્યો હતો. જોકે તેણે મનમાં કોઇ કડવાશ ન હોવાનું કહ્યું હતું.
'' અમારાસંબંધો તૂટતા જીવનમાં આગળ વધવા માટે બ્રેક લેવો જરૂરી હતો. હું આ સંબંધનો અંત આણવા માટેની જવાબદારી લઉં છું.મારી સામે એવી સમસ્યા ઊભી થઇ હતી કે, જેના માટે હું જવાબદાર નહોતી. મારી માતાએ મને કહ્યુ હતુ કે, તું એકલી થઇ ગઇ છો એવું તને લાગે છે, પરંતુ આવી સમસ્યાઓનો ઘણી યુવતી ભોગ બનતી હોય. છે. મારી માતાની આ વાતનો પ્રભાવ મારા પર પડયો હતો, અને હું મારી આ નિરાશામાંથી હેમખેમ બહાર આવી શકી. '' તેમ કેટરિનાએ જણાવ્યુ હતું.
તેણે વધુમાં કહ્યુ હતુ કે, '' પ્રેમમાં પડવું એ સુખદ અનુભવ. પરંતુ હું હમેશાથી વધુ લાગણીશીલ રહી હતી. અને હું કોઇને માટે મારામાં કોઇ ફેરફાર કરી શકું એમ નહોતી. મહિલા હોવાને કારણે મારે મારી ઓળખની રક્ષા મારે સ્વયં કરવી પડતી હતી.
આપણે દુનિયામાં એકલા આવ્યા છે એ એકલા જવાના છીએ...એ વાત આપણે યાદ રાખવી જોઇએ. મારા મનમાં હાલ કોઇ કડવાશ નથી અને નથી કોઇએ મારું દિલ દુખાવ્યું કહીને કેટરિનાએ પોતાની વાત પુરી કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VJJWaN
via Latest Gujarati News
0 Comments