
મુંબઇ,તા.30 એપ્રિલ 2019, મંગળવાર
રિશી કપૂર સાત-આઠ મહિનાથી ન્યુયોર્કમાં બીમારીની સારવાર લઇ રહ્યો છે. જોકે તેણે કે તેના પરિવારે તેની બીમારી વિશે ફોડ પાડયો નથી. ફક્ત તેના સ્વાસ્થ્ય સુધાર અને તેના પરિવાર સાથેની તસવીરો જ સોશિયલમીડિયા પર પોસ્ટ થતી રહી છે. જોકે હવે તેના એક ખાસ મિત્રે રિશી 'કેન્સર ફ્રી' હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે.
રિશીના ખાસ મિત્ર રાહુલ રવૈલે ફેસબુક પર રિશી કપૂર સાથે પોતાની તસવીર પોસ્ટ કરી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, ' રિશી કપૂર (ચિન્ટુ) હવે કેન્સર ફ્રી થઇ ગયો છે. '' આ પોસ્ટથી અભિનેતાના ચાહકોએ રિશીને શુભકામનાના સંદેશાઓ પોસ્ટ કર્યા છે અને તે સાજોનવરો રહે તેવી પ્રાર્થનાની પોસ્ટ મુકી છે. જોકે કપૂર પરિવારમાંથી કોઇએ પણ આ બાબતે હરફ ઉચાર્યો નથી. રિશી સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાના ન્યુયોર્કમાં ઈલાજ માટે ગયો છે.
જતી વખતે તેણે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર સારવાર માટે જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.પરંતુ તેમાં તેની બીમારીનો ઉલ્લેખ કર્યો નહોતો. નીતુ કપૂરે પણ આડકતરી રીતે એક પોસ્ટમાં લખ્યુ હતુ કે, મુંબઇમાંથી પ્રદૂષણ દૂર થાય અને 'કેન્સર' ફક્ત કે રાશિ પૂરતું મર્યાદિત રહે. જોકે હવે રાહુલ રવૈલના ફેસબુકના પોસ્ટથી આડકતરી રીતે સાચી વાત બહાર આવી હઇ છે. હવે ફક્ત લોકોને કપૂર પરિવાર તરફથી જાણવાની ઇચ્છા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LcONgo
via Latest Gujarati News
0 Comments