આજે ચેન્નાઈ-દિલ્હી વચ્ચે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન માટે જંગ

ચેન્નાઈ, તા.૩૦

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનના પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે આવતીકાલે લીગ મુકાબલો ખેલાશે. દિલ્હી હાલ પોઈન્ટ ટેબલમાં નંબર વન છે, જ્યારે ચેન્નાઈ બીજા સ્થાને છે. બંને ટીમોનું લક્ષ્ય ટોચનું સ્થાન રહેશે. આઇપીએલના પ્લેઓફમાં ટોચની બે ટીમોને ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમો કરતાં વધુ તક મળતી હોય છે, આ કારણે બંને ટીમો ટોચના સ્થાન માટે મુકાબલો ખેલાશે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. હોમગ્રાઉન્ડ પર ચેન્નાઈનો રેકોર્ડ જબરજસ્ત રહ્યો છે અને તેઓ દિલ્હીની સામે જીતવા માટે ફેવરિટ મનાય છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની દિલ્હીની ટીમનો મદાર ધવન, રિષભ પંત તેમજ પૃથ્વી શૉ જેવા ખેલાડીઓ પર રહેશે. સાઉથ આફ્રિકાના ક્રિસ મોરીસ અને રબાડાની સાથે સાથે અક્ષર પટેલ જેવા ખેલાડીઓએ આગવું ફોર્મ દેખાડયું છે. 

ઘરઆંગણે સુપરપાવર ગણાતી ચેન્નાઈની ટીમ ધોની વિના સાવ વેરવિખેર જોવા મળી રહી છે. તેઓ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ હારી ચૂક્યા છે અને હવે આવતીકાલની મેચમાં રમવા માટે પણ ધોની અનિશ્ચિત મનાય છે.આવી સ્થિતિમાં રૈના કેવી રીતે ટીમને જીત તરફ અગ્રેસર કરશે તે જોવાનું રહેશે. રવિન્દ્ર જાડેજા પણ આવતીકાલની મેચ ગુમાવે તેવી સંભાવના છે. જેના કારણે ચેન્નાઈનો મદાર તાહીર અને હરભજન જેવા સ્પિનરો પર રહેશે. જ્યારે વોટસન, ડુ પ્લેસીસ, મુરલી વિજય,  કેપ્ટન રૈના, રાયડુ, જાધવ તેમજ બ્રાવો જેવા ખેલાડીઓને ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની આશા છે. જો જાડેજા ફિટ નહિ હોય તો સાન્ટનેરને અજમાવી શકાય. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vv7gtR
via Latest Gujarati News

Post a Comment

0 Comments