
નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાઇડુએ રવિવારે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે માગણી કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદરીનાથની મુલાકાતે ગયા તેનું થઇ રહેલુ સતત પ્રસારણ રોકવામાં આવે. કેમ કે તેનાથી આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો છે.
નાયડુએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ૧૮મીએ કેદારનાથમાં હતા તેમની આ મુલાકાતનું ટીવી પર પ્રસારણ કરવામાં આવ્યું હતું જ્યારે ૧૯મીએ મતદાન હોવાથી આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો છે.
ટીએમસીએ પણ નાયડુની જેમ જ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો અને તેમાં પણ તેણે એવી જ માગણી કરી હતી. ટીએમસીના પ્રવક્તા ડેરેક ઓબ્રીએને જણાવ્યું હતું કે બહુ જ આશ્ચર્યજનક છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય એમ બધી જ ચેનલો પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું.
ટીડીપી, ટીએમસી ઉપરાંત કોંગ્રેસે પણ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો જેમાં એવી માગણી કરી હતી કે મોદીની કેદારનાથ અને બદ્રીનાથની આ યાત્રાના પ્રસારણને અટકાવવામાં આવે. જોકે આ ત્રણેય પક્ષોએ રજુઆત કરી તેને લઇને કોઇ પગલા હજુસુધી ચૂંટણી પંચે લીધા નથી અને ૧૯મી મેએ અંતીમ તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઇ ગયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WYApKk
via Latest Gujarati News
0 Comments