પીએમ મોદીના ભાઈ પોલીસ મથકની બહાર ધરણા પર બેઠા, જાણો કારણ

જયપુર, તા. 15 મે 2019, બુધવાર

પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે ચાર કલાક સુધી જયપુરમાં પોલીસ મથકની બહાર ધરણા પર બેઠા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રહલાદ મોદી રોડ માર્ગે અમદાવાદથી જયપુર જઈ રહ્યા હતા.રસ્તામાં અજમેરથી જયપુર તરફ જતી વખતે તેમણે પોલીસ એસ્કોર્ટની માંગણી કરી હતી. એસ્કોર્ટ નહી મળતા તેઓ નારાજ થઈ ગયા હતા. ચાર કલાક બાદ તેમને એસકોર્ટ મળ્યા બાદ તેઓ આગળ રવાના  થયા હતા.

જયપુર અજમેર હાઈવે પરના બગરુ પોલીસ મથકે તેમને ધરણા કરવા પડ્યા હતા.જયપુર પોલીસ કમિશ્નર આનંદ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે તેઓ હરિદ્વાર જવા નિકળ્યા હતા. તેમણે એસ્કોર્ટની માંગણી કરી હતી પણ તેમને સરકારના પ્રોટોકોલ પ્રમાણે એસ્કોર્ટ મળી શકે નહી. અમારી પાસે તેમને બે પીએસઓ ઉપલબ્ધ કરાવવાનો આદેશ હતો. જે પોલીસ મથકમાં પહેલેથી જ હતા. આ પોલીસ કર્મીઓએ પ્રહલાદ મોદી સાથે જવાનુ હતુ પણ પ્રહલાદ મોદી તેમને પોતાની કારમાં લઈ જવા માટે તૈયાર નહોતા થયા. તેમણે અલગ પોલીસ વ્હીકલની માંગણી કરી હતી.

જોકે આ હાઈપ્રોફાઈલ મામલો હોવાથી આખરે પોલીસ તેમને એસ્કોર્ટ આપી હતી. એ પછી મંગળવારે રાતે નવ વાગ્યે પ્રહલાદ મોદી હરદ્વાર જવા રવાના થયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w0MJhg
via Latest Gujarati News

Post a Comment

0 Comments