ડાયેટ કરવું આજકાલ જરૂરિયાત કરતા ફેશન વધારે બની ગયું છે. જો તેને એક યોગ્ય માત્રા સુધી કરવામાં આવે તો કોઈ ખરાબી નથી. આયુર્વેદના કેટલાક નિયમોને અનુસરીને તમે વજનને કંટ્રોલમાં રાખી શકો છો.
હકીકત તો એ છે કે આપણને એ વાતનો ખ્યાલ જ નથી હોતો કે લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ કરીને આપણે લાંબુ અને હેલ્ધી જીવી શકીએ છીએ. આ માટે આયુર્વેદમાં એક ચોક્કસ ગાઈડલાઈન છે જેમાં જમવાનો યોગ્ય સમય, યોગ્ય બૉડી પોશ્ચર અને કઇ વસ્તુ સાથે કઇ વસ્તુ ખાવી એની સમજણ આપવામાં આવી છે.

- ઉનાળામાં બધાને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. તેનાથી તરસ સંતોષાતી નથી પણ શરીરના તાપમાનને અચાનક ઝાટકો વાગે છે. જેનાથી ગેસ્ટ્રિક જ્યૂસનો ફ્લો બંધ થઈ જાય છે. આયુર્વેદાનુસાર પાણી રૂમના તાપમાન અનુસાર હોવું જોઈએ અને ધીમેધીમે પીવું જોઈએ જેથી તે શરીરના દરેક અંગ સુધી પહોંચે.
- ઘણાં લોકો એવું માનતા હોય છે કે હેલ્ધી ડાયેટ લેવો હોય તો ખોરાકમાંથી ફેટ દૂર કરવા પડશે. જો કે આ સાચી વાત નથી કારણ કે શરીરને કેટલાક ફેટ્સની જરૂર હોય છે. જો તમે વજન ઉતારવા માગતા હોવ તો ફેટ છોડવાને બદલે પોતાના માટે યોગ્ય ફેટની પસંદગી કરો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WWHwm8
via Latest Gujarati News
0 Comments