બોફોર્સ કેસમાં વધુ તપાસની અરજીને સીબીઆઇએ કોર્ટમાંથી પાછી ખેંચી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

રાજકીય રીતે ખૂબ જ સંવેદનશિલ બની ગયેલા બોફોર્સની રૃપિયા ૬૪ કરોડની કટકીના કેસની વધુ તપાસની અરજીને સીબીઆઇએ આજે દિલ્હીની એક કોર્ટમાંથી પાછી ખેંચી લીધી હતી.તપાસ એજન્સીએ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ નવીન કુમારને કહ્યું હતું કે તેઓ પહેલી ફેબુ્રઆરીએ દાખલ કરેલી અરજીને પાછી ખેંચવા માગે છે. 

કેટલાક નવા પુરાવા મળ્યા હોવાની વાત કહી એજન્સીએ આ કેસની વધુ તપાસની જરૃર હોવાનું કહી તપાસની માગણી કરી હતી. ગુરૃવારે એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે વધુ તપાસનો નિર્ણય ફરી ક્યારે લેવામાં આવશે અને હાલમાં અમે તેને પરત ખેંચી લેવા ઇચ્છીએ છીએ.

સીબીઆઇના વકીલની વાત નોંધી જજે કહ્યું હતું કે ' કારણ તો માત્ર સીબીઆઇ જ જાણે, પણ જો તેઓ અરજી પાછી ખેંચવા ઇચ્છતા હોય તો તેમને આવું કરવાનો અધિકાર છે'.

ચોથી ડિસેમ્બર,૨૦૧૮ના રોડ કોર્ટે એજન્સીને સવાલ કર્યો હતો કે શા માટે તમે કેસની વધુ તપાસ માગો છો? કેસમાં નિર્દોષ છુટેલા તમામ સામે સીબીઆઇએ ૩૧ મે,૨૦૦૫ના રોડ દિલ્હી વડા અદાલતના નિર્ણને પડકાર્યો હતો. તેમણે બીજી ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સીબીઆઇએ  હોઇકોર્ટના ફેસલાને ૧૩ વર્ષ પછી સુપ્રીમમાં તેને પડકારતાં બીજી નવેમ્બરે તેને કાઢી મૂક્યો હતો.જો કે એજન્સીએ મોડું થવા બદલ માફી પણ માગી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ૪૫૦૦ દિવસના વિલંબ માટે માફીના સબંધમાં સીબીઆઇના જવાબથી તેમને સંતોષ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMZPdv
via Latest Gujarati News

Post a Comment

0 Comments