ફ્રેન્ચ કિસ કરવાથી વધે છે ગળામાં STIનું જોખમ!

સેક્સની વાત આવે ત્યારે માત્ર મજા અને મસ્તી જ નહીં પણ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસ કે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનું પણ જોખમ રહે છે. અમે તમને જણાવી દઈએ કે ગૉનોરિયા એક સેક્સુઅલી ટ્રાન્સમિટેડ બીમારી છે જે દુનિયાભરમાં કૉમન છે. આમ તો તે જેનિટલ્સથી જ ફેલાય છે પરંતુ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે કિસ કરવાને લીધે ગળામાં ગૉનોરિયાનું જોખમ પણ વધ્યુ છે. 


બાઈસેક્સુઅલ પુરુષોને જોખમ

સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ ડીપ કિસિંગ જેમાં ફ્રેન્ચ કિસિંગ અને કિસ કરતી વખતે જીભનો ઉપયોગ થતો હોય તેવા ગે કે બાઈસેક્સુઅલ પુરુષોમાં ગૉનોરિયાના ઇન્ફેક્શનનું જોખમ વધારે હોય છે. ગૉનોરિયા રેક્ટમ ઉપરાંત કંઠ અને આંખોમાં પણ થઇ શકે છે. જેનો ઇલાજ બહુ મુશ્કેલ છે કારણકે આ ઇન્ફેક્શન પર એન્ટીબાયોટિક્સની અસર થતી નથી. 


જાતજાતની કિસ કરે છે લોકો

પ્રેમમાં પડ્યાં પછી માણસ જેહરકતો કરે છે તેના પરથી તેની પર્સનાલિટીનો ખ્યાલ આવી જાય છે જ્યારે શબ્દો આપણી લાગણીને અભિવ્યક્ત નથી કરી શખતા ત્યારે વિવિધ રીતે પ્રેમ વ્યક્ત કરવાના લોકો પ્રયત્ન કરે છે. જેમા કિસ સૌથી અગત્યનું માધ્યમ છે. અહીં કિસની રીતથી પર્સનાલિટી કેવી રીતે જાણી શકાય તે જણાવીશું. 

૧. શું તમે કિસ કરતી વખતે વચ્ચે-વચ્ચે અટકી જાવ છો? એનો અર્થ કે તમે થિંકર કે વિચારક છો. તમે ધીમેધીમે વિચારીને પક્ષ-વિપક્ષને લગતી બધી માહિતી એકઠી કર્યા પછી જ પગલાં ભરો છો. આમ તો આ સ્વભાવ સારો છે પણ જો તમારો પાર્ટનર વધારે એક્ટિવ હોય તો તમારી આ ખાસિયત જ તમારી નબળાઈ ગણાઈ શકે છે. 

૨. ઘણાં લોકો કિસ કરતી વખતે એક હાથ પાર્ટનરની ગરદનની પાછળ કે પીઠ પર રાખતા હોય છે. આમ કરીને તે ધીમેથી પાર્ટનરને ગાઈડ કરવાની કોશિશ કરે છે. આવો સ્પર્શ એવો વિશ્વાસ પેદા કરે છે કે તે પાર્ટનરની બહુ કેર કરે છે. 

૩. કિસ કરવી કેટલાક માટે ગીત ગાવા સમાન છે. જો કિસ કરતી વખતે લિપ્સની ગતિ  એકદમ સોફ્ટ હોય તો તમે રોમેન્ટિક પર્સનાલિટી ધરાવો છો એમ સમજવું. તમે પ્રેમ વ્યક્ત કરો ત્યારે પ્રેમથી કિસ કરો છો અને ડિમાન્ડિંગ હોવ ત્યારે તમારો મૂડ બહુ પેશનેટ હોય છે. કિસ કરવાના મામલે આ લોકો બેસ્ટ હોય છે. 

૪. ઘણાં લોકો મજાકના મૂડમાં કિસ કરે છે. તે પાર્ટનરને એકવાર કિસ કરીને ખસી જાય છે. તમારી આ શરારત પાર્ટનરને તમારી તરફ ખેંચે છે અને તે પેશનેટલી તમને કિસ કરવા લાગે છે. એક લવર તરીકે આ તમારી જીત છે. શું તમે કિસ કરતી વખતે પાર્ટનરના હોઠ પર થોડું કરડી જાઓ છો. જો જવાબ હા હોય  તો એમાં કોઇ નવી વાત નથી. કામસૂત્ર મુજબ તે કામુકતાનો સંકેત છે. તેનાથી બ્લડ ફ્લો વધે છે અને પાર્ટનરને ઉત્તેજિત થવામાં મદદ મળે છે. જો તમે આવું કરતાં હોવ તો તમે એક મસ્તીખોર લવર છો. 

૩૧૦૦ પુરુષો પર થયો રિસર્ચ૩૧૦૦ પુરુષો પર થયો રિસર્ચ

આમ તો હેલ્થ કેમ્પેનર્સે લોકોને કોન્ડોમ યૂઝ કરીને ગૉનોરિયાના જોખમથી બચવાની સલાહ આપી છે. પરંતુ રિસર્ચ કહે છે કે લોકોને માત્ર આ સલાહ આપવું પૂરતું નથી. ફ્રેન્ચ કિસ કે ડીપ કિસિંગથી ગળામાં ગૉનોરિયાનું જોખમ રહે છે કે નહીં એની તપાસ માટે ઓસ્ટ્રેલિયાન મેલબર્નમાં પબ્લિક હેલ્થ સર્વિસે ૨૦૧૬-૧૭ વચ્ચે ૩૧૦૦ પુરુષોની તપાસ કરવામાં આવી. જેમાં ભાગ લેનારા પુરુષો ગે અથવા તો બાયોસેક્સુઅલ હતા. કારણ કે ગૉનોરિયા હેટ્રોસેક્સુઅલની તુલનામાં આ કમ્યુનિટીના લોકોમાં વધારે જોવા મળે છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q4Qifi
via Latest Gujarati News

Post a Comment

0 Comments