શાહિદ કપૂરે પત્ની મીરા સાથે સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમાં પોતાના પૂતળાનું અનાવરણ કર્યું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2019, ગુરુવાર

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં શાહિદ કપૂરનું વેક્સ સ્ટેચ્યુ મુકાયું છે. અભિનેતાએ પત્ની મીરાં સાથે આ પૂતળાનું અનાવરણ કર્યું હતું.

શાહિદે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર વેક્સ સ્ટેચ્યુ સાથેની તસવીરો પણ મુકી હતી. જેમાં તે પોતાના પૂતળાને સ્પર્શી રહ્યો છે. તેમજ તેણે મિડીયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે સ્ટેચ્યુની હેરસ્ટાઈલને સ્પર્શીને જોઇ રહ્યો છે, તેણે આ સાથે 'બાલ સંભાલના મુન્ના' એવી કેપ્શન  આપી છે. 

આ ખાસપ્રસંગે શાહિદની પત્ની મીરા રાજપૂત પણ હાજર હતી. શાહિદ હાલ આવનારી ફિલ્મ 'કબીર સિંહ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુ બ્લોકબસ્ટર 'અર્જુન રેડ્ડી'ની હિંદી રિમેક છે. જેમાં તે એક સનકી અને ક્રોધિત સર્જનની ભૂમિકામાં જોવા મળશે.તે એક યુવતીના પ્રેમમાં હોય છે, પરંતુ તે યુવતીને જબરજસ્તીથી અન્ય યુવક સાથે લગ્ન કરાવી નાખવામાં આવે છે. આ બાદ તે યુવકની જિંદગીમાં બદલાવ આવે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WOJchI
via Latest Gujarati News

Post a Comment

0 Comments