નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર
ભારતના પૂર્વ કાંઠે વાવાઝોડું ફાની મોટી મુસીબત બની ત્રાટકી શકે છે. શુક્રવાર બપોર સુધી ફાની સાયક્લોન ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ઓડિશા કિનારેને પાર કરે એવી શક્યતા છે. હવામાન ખાતાએ ફાનીને લઇને યલો વૉર્નિંગ જારી કરી છે. હવામાન ખાતાએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં એલર્ટ જારી કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના આપી છે.
ફાની સાયક્લોનથી બચવા ઓડિશાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવામાં આવશે. તમામ શાળાઓ બીજી મેથી આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે. એ સાથે જ તમામ પરીક્ષાઓની તારીખ આગળ લંબાવવામાં આવી છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ચૂંટણી પંચને અપીલ કરી છે કે પટકુરા વિધાનસભા ક્ષેત્રમાં 19મેના દિવસે યોજાનારી ચૂંટણીની તારીખ આગળ લંબાવવામાં આવે. નવીન પટનાયકે પત્રમાં લખ્યું છે કે ફાની વાવાઝોડાના કારણે રાજનગર બ્લોકમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNWi8d
via Latest Gujarati News
0 Comments