ઇડીએ આપના મંત્રી કૈલાશ ગેહલોતના ભાઇની ૧.૪૬ કરોડની સંપત્તિ જપ્ત કરી


નવી દિલ્હી, તા. ૭

ઇડીએ દિલ્હી સરકારમાં પ્રધાન અને આપ નેતા કૈલાશ ગેહલોતના ભાઇ હરીશ ગેહલોતની ૧.૪૫ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડીએ આ કાર્યવાહી ફેમાના નિયમોનો ભંગ કરવા બદલ કરી છે. 

હરીશ ગેહલોત પર આરોપ છે કે તેમણે પોતાના પુત્ર નિતેશ ગેહલોત કે જે એનઆરઆઇ છે અને દુબઇમાં ભણી રહ્યો છે તેને હવાલા દ્વારા એક કરોડ રૃપિયા મોકલ્યા હતાં. 

આ નાણા દ્વારા દુબઇમાં બે ફલેટ બુક કરાવવામાં આવ્યા છે. ઇડીએ વધુમાં આરોપ મૂક્યો છે કે આ અગાઉ હરીશે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ પણ ૫૦ લાખ રૃપિયા નિતેશ ગેહલોતને મોકલ્યા હતાં. આ નાણા બેકિંગ ચેનલ દ્વારા શૈક્ષણિક હેતુ માટે મોકલવામાં આવ્યા હોવા છતાં તેનો ઉપયોગ પણ ફલેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. 

દિલ્હીના કાયદા પ્રધાન કૈલાશ ગેહલોતે ઇડીની આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V9XA2m
via Latest Gujarati News

Post a Comment

0 Comments