વોશિંગ્ટન, તા. ૭
ટ્રમ્પ વહીવટી તંત્રે એચ-૧બી વિઝા એપ્લિકેશન ફીમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. શ્રમ પ્રધાન એલેક્ઝાન્ડર એકોસ્ટાએ અમેરિકન સાંસદોને જણાવ્યું હતું કે એક એપ્રેન્ટિસ કાર્યક્રમને વેગ આપવાના સંબધમાં ભંડોળ વધારવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ અમેરિકન યુવાનોને ટેકનોલોજી સંબધિત પ્રવૃત્તિઓમાં શિક્ષણ આપવામાં આવે છે.
જો કે એકોસ્ટાએ સંસદની સમિતિ સમક્ષ એક ઓક્ટોબર, ૨૦૧૯થી શરૃ થતા નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે શ્રમ મંત્રાલયનું વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે એચ-૧બી અરજી ફીમાં કેટલો વધારો થશે તેની વિગતો આપી ન હતી અને તે પણ જણાવ્યું ન હતું કે ક્યા પ્રકારની શ્રેણીના અરજકર્તાઓને આ લાગુ પડશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો ટ્રમ્પ વહીવટી તંત્ર આ પ્રસ્તાવ પર અમલ કરશે તો ભારતીય આઇટી ઉદ્યોગને ફટકો પડશે અને તેના પર નાણાકીય બોજ વધશે.
એેચ-૧બી વિઝા નોન ઇમિગ્રન્ટ વીઝા છે જે અમેરિકન કંપનીઓને ટેકનિકલ અને સૈદ્ધાંતિક વિશેષતાની જરૃર પડે છે તેમાં વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.
આઇટી સેક્ટરની મોટા ભાગની કંપનીઓ આઇટી પ્રોફેશનલોને એચ-૧બી વિઝા પર હજારો વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખે છે. જેમાં મોેટા ભાગે ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલનો સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/304Ojw3
via Latest Gujarati News
0 Comments