મોદીમાં દુર્યોધન જેવો ઘમંડ, દેશ આવા અહંકારીને ક્યારેય માફ નથી કરતો : પ્રિયંકા ગાંધી


કોણ દુર્યોધન છે અને કોણ અર્જૂન તે 23મી મેએ પરીણામો આવશે ત્યારે ખ્યાલ આવી જશે : અમિત શાહ 

નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને મોદીને દુર્યોધન સાથે સરખાવ્યા હતા. હરિયાણામાં રેલીને સંબોધતી વેળાએ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે જેટલો ઘમંડ આજે મોદીમાં જોવા મળી રહ્યો છે તેવો જ ઘમંડ દુર્યોધનમાં પણ હતો, જોકે તેનો અંત કેવો આવ્યો હતો તે સૌ કોઇ જાણે છે.

અંબાલામાં કોંગ્રેસની રેલીમાં પ્રિયંકા ગાંધીએ આ નિવેદન કર્યું હતું, હાલમાં નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર નિવેદન કરતા કહ્યું હતું કે રાજીવ ગાંધી એક ભ્રષ્ટાચારીનું મોત મર્યા હતા. મોદીના આ નિવેદનની ટીકા કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આટલો ઘમંડ તો દુર્યોધનમાં પણ હતો. 

આ સાથે જ પ્રિયંકા ગાંદીએ જાણીતા કવી રામધારી સિંહ 'દિનકર'ની કવિતાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક માર જાતા હૈ, હરિ ને ભીષણ હુંકાર કીયા, અપના સ્વરુપ વિસ્તાર કિયા, ડગમડ ડગમડ દિગ્ગજ ડોલે, ભગવાન કપિત બોલે જંજીર બઢા કર સાધ મુજે, હાં, હાં દુર્યોધન બાંધ મુજે.

પ્રિયંકા ગાંધીએ આ કવિતાને ટાંકીને મોદીને દુર્યોધન સાથે સરખાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દેશે અહંકારને ક્યારેય માફ નથી કર્યો, આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને ભગવાનને પણ બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. દિનકરજીએ કહ્યું હતું કે જ્યારે નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ. 

એટલે કે જ્યારે મનુષ્ય પર નાશ મંડરાય છે ત્યારે સૌથી પહેલા તેનામાં જે વિવેક રહેલો હોય છે તે જ મરી જાય છે. પ્રિયંકા ગાંધીએ ઇશારા ઇશારામાં કહ્યું હતું કે મોદીમાં કોઇ જ વિવેક નથી રહ્યો અને તેમનો અંત હવે નજીક આવી ગયો છે. 

આ ચૂંટણીમાં જનતા મોદી સરકારને તેમની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ માગી રહી છે, પણ જનતાને જવાબ આપવાને બદલે મોદી લોકોનું ધ્યાન અન્ય દિશામાં ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે મારા પિતાનું પણ અપમાન કર્યું, શહીદોના નામે મત માગનારા મોદીએ શહીદ રાજીવ ગાંધીનું અપમાન કર્યું. 

મોદી ઘમંડમાં આવી ગયા છે, અને આટલો ઘમંડ તો દુર્યોધનમાં પણ હતો. આ દેશે ક્યારેય ગદ્દારોને માફ નથી કર્યા અને કરશે પણ નહીં. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યંુ હતું કે કોઇ દુર્યોધન છે અને કોણ અર્જુન તે આગામી ૨૩મી મેએ ચૂંટણી પરીણામો આવશે ત્યારે ખ્યાલ આવી જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vazc0N
via Latest Gujarati News

Post a Comment

0 Comments