
માત્ર રમખાણો કરાવવા માગતા મોદીના શાસનમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી, ઉદ્યોગો નાશ પામ્યા, ગેસ-કેબલ ટીવીના ભાવ આસમાને
મે પશ્ચિમ બંગાળમાં વિકાસ કર્યો છે, મારા કર્મો એવા છે કે હું મોદી જેવાથી નથી ડરતી : મમતાનો પડકાર
નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને એકબીજા પર આક્રામક પ્રહારો કરી રહ્યા છે. મોદીએ મમતા પર અનેક આરોપો લગાવ્યા હતા અને તેમને સ્પિડ બ્રેકર દીદી ગણાવ્યા હતા. જેને પગલે ગુસ્સે ભરાયેલા મમતાએ પણ મોદીને આક્રામક જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદીને થપ્પડ મારી દેવાનું મન થાય છે.
મમતાએ મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મે આવા જુઠા વડા પ્રધાન ક્યારેય નથી જોયા. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે રામનામ જપવા લાગે છે, પાંચ વર્ષમાં મોદીએ ઇચ્છે દિનની વાતો કરી હતી પણ બાદમાં નોટબંધી લાગુ કરી દીધી અને હવે તેઓ બંધારણ પણ બદલવા માગે છે.
હું ભાજપના નારામાં વિશ્વાસ નથી રાખતી, પૈસા મારા માટે કોઇ જ મહત્વ નથી ધરાવતા, જોકે જ્યારે મોદી બંગાળ આવીને કહે છે કે ટીએમસી લુટારાઓથી ભરેલો પક્ષ છે ત્યારે મને તેને થપ્પડ મારવાનું મન થાય છે.
મમતાએ કહ્યું હતું કે મોદીએ પાંચ વર્ષમાં કઇ જ નથી કર્યું જ્યારે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં આદિવાસી વિસ્તારોથી લઇને દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે, અહીં ૩૦૦ આઇટીઆઇ કોલેજ બનાવવામાં આવી છે. હું આવી જ રીતે જીવી છું અને તેથી જ મને મોદી જેવાનો ડર નથી લાગતો. મમતાએ સાથે આરોપ લગાવ્યો હતો કે મોદી પશ્ચિમ બંગાળમાં રમખાણો ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
મોદી જેવા જુઠ મે આજ દિન સુધી નથી જોયા, આસામમાં પશ્ચિમ બંગાળના ૨૨ લાખ લોકોના નામ કમી કરી નાખ્યા. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંતી બિહારીઓને ખદેડી મુક્યા. હાલમાં જ વાવાઝોડુ આવ્યું પણ આવી પુર કે અન્ય કોઇ કુદરતી આફત સમયે મોદી પશ્ચિમ બંગાળમાં નથી આવતા.
મોદીએ પાંચ વર્ષમાં કઇ જ નથી કર્યું, દેશમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી, અનેક રાજ્યોમાં નાના ઉધ્યોગો નાશ પામ્યા છે, ગેસ અને હવે કેબલ ટીવીના ભાવ પણ વધી ગયા છે, મોદી માત્ર રમખાણો કરવાના જ પ્રયાસો કરી રહ્યા છે અને લોકોમાં ધર્મના નામે ભાગલા પાડવા માગે છે.
મમતાએ કહ્યું કે તેઓ મોદીને થપ્પડ મારવા માગે છે. મમતાના આ નિવેદનને લઇને બાદમાં ભાજપે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મમતા અને અન્ય વિપક્ષો જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે તે તેમની હારની નિશાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vIfRtn
via Latest Gujarati News
0 Comments