મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલીઓએ બાતમીદાર હોવાનો ખોટા આરોપ મૂકી ૫૨૨ લોકોની હત્યા કરી


(પીટીઆઇ) નાગપુર, તા. ૭

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નકસલવાદીઓએ બાતમીદાર હોવાનો ખોટા આરોપ મૂકીને ૫૨૨ લોકોની હત્યા કરી છે તેમ પોલીસે આજે જણાવ્યું હતું. 

એક નિવેદનમાં ગઢચિરોલી પોલીસે જણાવ્યું છે કે ગઢચિરોલી જિલ્લાના એત્તાપલી તાલુકાના જાંભિયા ગટ્ટામાં એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ૪૨ વર્ષીય શિશીર મંડલ તરીકે કરવામાં આવી છે અને તે પોલીસને બાતમીદાર ન હતો. 

છત્તીસગઢના બાંદે વિસ્તારનો રહેવાસી શિશીર મંડલ નિયમિત રીતે નક્સલીઓને મદદ કરતો હતો અને નાણાકીય ઝઘડાને કારણે તેની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 

ગઢચિરોલી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક લોકોને પોલીસના બાતમીદાર ગણાવી નકસલવાદીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. બાતમીદાર હોવાના ખોટા આરોપ મૂકીને નકસલવાદીઓએ ૫૨૨ નિર્દોષ લોકોની હત્યા કરી છે. 

જો કે પોલીસે નકસલવાદીઓએ ૫૨૨ લોકાની હત્યા કેટલા સમયમાં કરી તેની વિગતો દર્શાવી નથી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/306Fvps
via Latest Gujarati News

Post a Comment

0 Comments