
મુંબઇ, તા. 19 મે 2019, રવિવાર
નદીમાં નહાવા પડેલા પિતા- પુત્રનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘઠના માલવણના શ્રાવણ ગામમાં બની હતી. ઉનાળાની રજા હોવાથી મુંબઈમાં રહેતા મહેશ ચંદ્રકાંત વેદરે અને તેમનો પુત્ર મયુર મહેશ વેદરે વતનના મૂળ ગામે આવ્યા હતા. તેઓ ઘરેથી થોડા અંતરે આવેલી નદીમાં નહાવા માટે ગયા હતા. આ સમયે નદી કાંઠે કપડા ધોતી મહેશની બહેને મહેશને પાણીમાં ઉંડે ન જવાની તાકિદ કરી હતી અને કપડા ધોવામાં વ્યસ્ત થઈ ગઈ હતી.
આ સમય દરમ્યાન શું થયું તે તેના ધ્યાનમાં નહોતું આવ્યું પણ થોડા સમય બાદ મહેશ અને મયુર બન્ને ન દેખાતા તેણે બન્નેને અવાજ આપ્યો હતો. તેમ છતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા બન્ને ડૂબી ગયા હોવાની શંકા જતા તે જોરજોરથી મદદ માટે બૂમ પાડતી ઘરની દિશામાં દોડી હતી. તેણે ગામવાસીઓને જણાવ્યુ ંહતું કે નદીમાં ન્હાવા પડેલ બન્ને દેખાતા નથી. ત્યારબાદ સ્થાનિકોને નદી કિનારે દોડયા હતા અને પિતા- પુત્રને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. થોડા સમય બાદ મહેશ અને તેનો પુત્ર મયુર બન્નેના મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યા હતા.
અહીંના મૂળ શ્રાવણ ગામનો રહેવાસી મહેશ નોકરી નિમિત્તે મુંબઈમાં રહેતો પણ ઉનાળાની રજા હોવાથી તે પુત્ર સાથે આઠ દિવસ માટે વતનના ગામે આવ્યો હતો. તે આજે મુંબઈ પાછો ફરવાનો હતો પણ આ દુર્ઘટના પિતા- પુત્ર બન્નેના મૃત્યુ થયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YDgXCZ
via Latest Gujarati News
0 Comments