
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નોના ઉત્તર ન આપવા બદલ શિવસેનાએ સમર્થન આપ્યું છે. શુક્રવારે અમીત શાહ સાથે નરેન્દ્ર મોદી ગત પાંચ વર્ષમાં પ્રથમ વેળા પત્રકાર પરિષદમાં દેખાયા હતા. પણ તેમણે કોઈપણ પ્રશ્નનો ઉત્તર આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
આ ઈન્કારને તેમણે પક્ષની શિસ્ત નામ આપ્યું હતું. જ્યારે આના પર વિપક્ષો દ્વારા જોરદાર ટીકા કરાઈ હતી પણ ભાજપમાં મિત્ર પક્ષ શિવસેનાએ વડાપ્રધાનના આ એકશને સમર્થન કર્યું છે.
આ અમીત શાહની પત્રકાર પરિષદ હતી અને માંદી ત્યાં પત્રકાર પરિષદમા ંપક્ષના કાર્યકર્તા તરીકે ઉપસ્થિત હતા. એવું સમર્થન શિવસેનાએ આપ્યું હતું.
તેમણે વિવિધ પ્રસાર માધ્યમોને આપેલી મુલાકાતમાં સર્વ પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે, એવું સંજય રાઉતે જણાવ્યું હતું.
વડાપ્રધાન વિવિધ ઘટકો સાથે તેમણે ભાષણથી સંવાદ સાધ્યા છે. બોલવા કરતાં અમુક સમયે ચૂપકીદી સેવતા બેસી રહેવુ યોગ્ય હોય છે, એવો બચાવ રાઉતે કર્યો હતો. કેદારનાથ મંદિરના દર્શને જવું એ હિંદુ સંસ્કૃતિ છે. રાજકારણ નથી, એમ રાઉતે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HswOyJ
via Latest Gujarati News
0 Comments