
પંજાબની 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, મ. પ્રદેશની આઠ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક બેઠક પર ચૂંટણી
નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણીના અંતીમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. અંતિમ તબક્કામાં હવે ૫૯ બેઠકો પર મતદાન યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે.
રવિવારે આ ૫૯ બેઠકો પર મતદાન યોજાશે જેમાં પંજાબમાં બધી જ ૧૩, ઉત્તર પ્રદેશની બાકી રહી ગયેલી બેઠકો, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, મધ્ય પ્રદેશની ચાર, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક બેઠક પર મતદાન યોજાશે.
પશ્ચિમ બંગાળમાં એક દિવસ વહેલા જ ચૂંટણી પ્રચારને આટોપી લેવામાં આવ્યો હતો, અહીં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થતા પ્રચાર વહેલા પુરો કરવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો હતો.
અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળ જ ભારે ચર્ચામાં રહ્યું, અહીં અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. જ્યારે અન્ય એક વિવાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લઇને સામે આવ્યો હતો, પ્રજ્ઞાએ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને દેશભક્ત કહીને વિવાદ જગાવ્યો હતો.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રચારના અંતિમ દિવસે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અંતિમ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને મોદી પર આકરા આરોપો લગાવ્યા હતા.
આ ચૂંટણીમાં અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર, આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના ચીફ ભગવંત માન વગેરેનું ભાવી પણ ઇવીએમમાં કેદ થઇ જશે. બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ પણ ગુર્દાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ચંડીગઢ બેઠક પરથી ભાજપના નેતા કીરણ ખેર, કોંગ્રેસના પવન બંસલ અને આપના હરમોહન ધવન ચૂંટણી લડી રહ્યા છે.
બિહારમાં લોકસભાની આઠ જ્યારે ઝારખંડમાં ત્રણ બેઠકો પર મતદાન યોજાવાનું છે. બિહારમાં પટના, પાટલીપુત્ર, આરાહ, બક્સર, સાસારામ, કરકટા, જેહાનાબાદ, નાલંદાનો મસાવેશ થાય છે જેમાંથી નવ બેઠકો પર ૨૦૧૪માં એનડીએની જીત થઇ હતી. ઝારખંડમાં ઝારખંડ મુક્તી મોર્ચાના પ્રમુખ શીબુ સોરેન ચબંટણી લડી રહ્યા છે. દરમિયાન અંતીમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WONGVJ
via Latest Gujarati News
0 Comments