વાહનોની સલામતીના નવા નિયમોના કારણે 'મીની વાન' ઇતિહાસ બની જશે

આગામી ૧ જુલાઈથી અમલી બનનાર

નવી દિલ્હી, તા. 30  મે, 2019, ગુરૂવાર

આગામી તા. ૧ જુલાઈથી અમલી બનનાર વાહનોની સલામત એટલે કે સેફ્ટી તેમજ ક્રેશ ટેસ્ટ અંગેના નવા નિયમોના અમલને લઈને ઉદ્ભવેલી પ્રતિકૂળતાઓના પગલે ઓટો ઉત્પાદકો દ્વારા ભારતમાં મીની વાનના ઉત્પાદનને અટકાવી દેવાતા આ મલ્ટીસીટર વાહન હવે ઇતિહાસ બની જશે.

સેફ્ટી તેમજ ક્રેશ ટેસ્ટ અંગેના નવા નિયમો અનુસાર નવી સીટથી ઓછી ક્ષમતાના તમમ પેસેન્જર વાહનોમાં એરબેગ્ઝ ફરજિયાત અમલી બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્પિડ વોર્નિંગ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર તેમજ સીટબેલ્ટ રીમાઇન્ડર ફરજિયાત બનાવવામાં આવેલ છે.

તા. ૧ ઓક્ટોબરથી આવા તમામ વાહનો માટે ક્રેશવર્ધીનેસ સર્ટિફિકેટ અમલી બનાવવામાં આવેલ છે. મીની વાહનો પણ એમ વન કેટેગરીમાં સમાવેશ કરાતા તેના માટે પણ હવે આ સર્ટિફિકેટ ફરજિયાત બનેલ છે. આ તમામ નિયમોનો અમલ તા. ૧ જુલાઈથી થનાર છે.

ઓટો ઉત્પાદકોના જણાવ્યા મુજબ આ નિયમોના અમલ માટે મીની વાનને અપગ્રેડ કરવી પડે જેના પગલે તેની કિંમતમાં વધારો થાય. ઉંચી કિંમતે આ પ્રકારના વાહન ખરીદવા ભાગ્યેે જ કોઈ તૈયાર થાય. આ સંજોગોમાં આ પ્રકરના વાહનને અપગ્રેડ કરવું એ જે તે ઉત્પાદક માટે પણ એક પડકાર સમાન બાબત છે. આમ, નવા નિયમોના અમલ આડે અનેક પ્રતિકૂળતાઓને જોતાં મીની વાનના ઉત્પાદન પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લેવાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મીની વાન ૪થી ૮ સીટ સાથે ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારો માટે લોકપ્રિય વાહન તરીકે ઉભરી આવી હતી. મોટા ભાગે મીની વાનનો ઉપયોગ ટેક્સી તેમજ કોમર્શિયલ ક્ષેત્રે થતો હતો. જો કે, અપવાદરૂપ કેટલાક લોકો તેનો પર્નસલ યુઝ પણ કરતા હતા.સિયામ દ્વારા જાહેર કરાયેલ ડેટા મુજબ ગત નાણાંકીય વર્ષે મીની વાનનું વેચાણ ૨ ટકા ઘટીને ૧૧૫૪૦૩ યુનિટ રહ્યું હતું. જે તેની અગાઉના ૨૦૧૭- ૧૮ના વર્ષે ૧૧૭૬૮૧ યુનિટ હતું.  




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mk7jEj
via Latest Gujarati News

Post a Comment

0 Comments