સિલ્વયાએ અંગત જીવનની ઘટનાઓને કાવ્યમાં ઢાળી

30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય લેનાર સિલ્વયા પ્લાથ એ ્કન્ફેશનલ પોએટ્રી એટલે કે એકરારની કવિતા લખી છે. આ રચનાઓ માટે અમેરીકામાં તેનું નામ મોખરે છે. સિલ્વયાની રચનાઓ વિશે ચર્ચા કરતાં પ્રફુલ્લ રાવલે કહ્યું કે, 'સિલ્વયાએ પોતાના જીવનની અંગત ઘટનાઓને કાવ્યમાં ઢાળી અને કાલ્પનિક પાત્રો લઇને આવી.

આ પાત્રો પોતાના જીવનની કરુણ કે કટુ પરિસ્થિતિ સામે પ્રતિકાર કરે છે. એ સિલ્વયાની  કવિતાની વિશેષતા છે. એની પાસેથી કુલ ચાર કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે. આ ચાર કાવ્ય સંગ્રહ પૈકીના ત્રણ કાવ્ય સંગ્રહ તેના મૃત્યુ બાદ એના પતિ ટેડ હ્યુઝે પ્રકાશીત કર્યા છે. વારંવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરનાર સિલ્વયાની કવિતામાં પણ મૃત્યુના ઉલ્લેખો કરેલા જોવા મળે છે. તેની એક કવિતાને 'ડેથ એન્ડ કંપની' એવું નામ આપ્યું છે.

તેણે સ્ત્રીના હૃદયના ભાવો ખૂબ જ લાગણીપૂર્વક વ્યક્ત કર્યા છે. એની સગર્ભાવસ્થામાં એના પતિએ તેને મારી હતી પરિણામે તેને મિસકેરેજ થયું, એના આ દુઃખની લાગણી પર તેને અનેક કાવ્યો લખ્યા છે. તેણે પોતાની ઉદાસી, નિરાશા, દામ્પત્યની તિરાડ, પતિના વ્યવહારને કાવ્ય દ્વારા વ્યક્ત કરી છે. 



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WvGNvq
via Latest Gujarati News

Post a Comment

0 Comments