વર્લ્ડકપમાં પીચને અનુકૂળ થઇને સારું પ્રદર્શન કરશે તે ટીમ જીતશે

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં અવારનવાર વિવિધ સાહિત્ય, સંગીત, શિલ્પ અને વિજ્ઞાાન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોની વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરાય છે. ઇંગ્લેન્ડમાં શરૃ થતા  આગામી  વર્લ્ડકપ વિશેની લોકોને રસપ્રદ માહિતી મળે તે હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે જાણીતા કોમેન્ટેટર સુધીર તલાટી દ્વારા 'ક્રિકેટનો આગામી વર્લ્ડકપઃ પરિસ્થિત, પરિવર્તન અને પરિણામ' વિશેની છણાવટ કરી હતી.

આ વિશે વાત કરતાં સુધીરભાઇએ કહ્યું કે, વિશ્વમાં ૧૯૭૫માં ક્રિકેટ વર્લ્ડકપની શરૃઆત થઇ હતી. આ વર્ષનો વર્લ્ડકપ ક્રિકેટને જન્મ આપનાર ઇંગ્લેન્ડમાં યોજાઇ રહ્યો છે. ક્રિકેટની શરૃઆત ૧૫૦ વર્ષ પહેલાં થઇ હતી અને આધુનિક નિયમો સાથે સૌથી વધુ લોકપ્રિય અને વ્યક્તિની પસંદગી રમત પણ બની છે. વર્લ્ડકપમાં દરેક ટીમ વિસ્ફોટક બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કરીને ટીમને વિજેતા બનાવવાનો પ્રયાસ કરશે જેને લોકો વધુ પસંદ કરશે. ઇંગ્લેન્ડમાં વાતાવરણ, વરસાદ અને ક્રિકેટની પીચનું મહત્વ સમજીને સારું પ્રદર્શન કરશે તે ટીમ વિજેતા થશે. બધી જ ટીમોનું પરફોર્મન્સ સારું હોવાથી કઇ ટીમ ચેમ્પિયન બનશે તે કહેવું ઘણું અઘરું છે. ક્રિકેટ ફેન્સ વર્લ્ડકપમાં ઇન્ડિયા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વધુ દાવેદાર માને છે. તેની સામે બીજી ટીમ પણ સારું પ્રદર્શન કરી શકે છે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Md6n4h
via Latest Gujarati News

Post a Comment

0 Comments