આજે ફાસ્ટ ફૂડ માર્કેટના કારણે લોકો વારસાગત વાનગીઓને ભૂલી ગયા છે, પિત્ઝા અને પાસ્તા પાછળ રોટલો અને ચુરમાના લાડું આજની પેઢી માટે નવી જ વાનગી છે. તેથી લોકો સુધી જૂની વાનગીઓ પહોંચે તે માટે ડૉ. રન્ના પંડયા દ્વારા હેરિટજ અને પ્રાદેશિક વાનગીઓની ઓનલાઇન સ્પર્ધા શરૃ કરાઇ હતી, જેમાં ઘણા લોકોએ પોતાની વાનગીઓ રેસિપી સાથે મોકલાવી હતી. જેને ઓનલાઇન પોર્ટલ ઉપર મૂકવામાં આવી અને લોકોએ કરેલા વોટીંગના આધારે ત્રણ હેરિટેજ વાનગી અને ત્રણ પ્રાદેશિક વાનગીઓને પસંદ કરવામાં આવી છે. સ્પર્ધાના ઉદ્દેશ વિશે વાત કરતા ડૉ. રન્ના પંડયાએ કહ્યું કે, યુવાઓ ફાસ્ટ ફૂડની ઘેલછામાં હેરિટેજ વાનગીઓ વિશે જાણતા નથી. સ્પર્ધા દ્વારા લોકોને અમે વિરાસતી વાનગીઓના મહત્ત્વ વિશે માહિતગાર કરવા માગીએ છીએ. લોકોએ પણ સ્પર્ધામાં ઘણો સહકાર આપ્યો છે.
છેલ્લા 50 વર્ષથી દામડી ઢોકળાએ લુપ્ત વાનગીમાં સ્થાન મેળવ્યું છેે
વાનગી - દામડી ઢોકળા, પ્રકાર - ગુજરાતી
મુખ્ય સામગ્રી - મગની મોગરદાળ, અડદની દાળ, ચણાની દાળ અને મસુરની દાળ
વાનગીકાર - સાધના પરમાર
દક્ષિણ ગુજરાતની પરંપરાગત વાનગી આજે વિસરાઇ રહી છે. દામડી ઢોકળા બનાવવા માટે વધારે સમય લાગતો હોવાથી છેલ્લા 50 વર્ષથી લુપ્ત વાનગીઓમાં સ્થાન પામી છે પરંતુ વલસાડ નજીકના ગામડામાં આજે પણ વિટામિનથી ભરપુર આ વાનગી ક્યારેક જોવા મળે છે. વધારે પ્રમાણમાં દાળ હોવાથી વાનગી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
નવરાત્રિમાં માતાજીના નૈવેદ્ય તરીકે જાણીતી હતી
વાનગી - શાહી બિરંજ, પ્રકાર - ગુજરાતી
મુખ્ય સામગ્રી - બાસમતી ચોખા, ચણાની દાળ અને ખાંડ
વાનગીકાર -હેમા નાયક
નવરાત્રિમાં નિવેદ તરીકે માતાજીને પ્રસાદમાં શાહી બિરંજનો ઉપયોગ કરવામાં આવતો હતો. હેરિટેજ વાનગીમાં સ્થાન પામેલી શાહી બિરંજ પહેલા તહેવારો અને પ્રસંગો સમયે મીઠાઇ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. પરંતુ આજે ગુજરાતના ખૂબ ઓછા ગામડામાં શાહી બિરંજ જોવા મળે છે. ઉપરાંત લોકો વાનગીની રેસિપી પણ ભૂલી ગયા હોવાથી બનાવી શકતા પણ નથી.
બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારમાં મહેમાનોને પિરસવામાં આવે છે
વાનગી - લુચી ચોલાર દાળ, પ્રકાર - બંગાળી
મુખ્ય સામગ્રી - ચણાની દાળ, બટાકા અને નારિયેળ
વાનગીકાર - શીતલ સતાપરા
પ્રાદેશિક વાનગીઓ તરીકે જાણીતી લુચી ચોલાર દાળ બંગાળી વાનગી છે, દુર્ગા પૂજા દરમિયાન બંગાળ વિસ્તારમાં મહેમાનોના સ્વાગત માટે બનાવવામાં આવે છે. લુચી ચોલાર દાળમાં ચણાદાળ, ઘી અને નારિયેળ તેમજ અન્ય મસાલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. લુચી ચોલાર દાળને પુરી અથવા રોટલી સાથે આરોગી શકાય છે. વાનગી સ્વાદિષ્ટ હોવાથી લોકોમાં તેનું અનેરુ આકર્ષણ જોવા મળે છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDNX0V
via Latest Gujarati News
0 Comments