નવી દિલ્હી, તા. ૨૯
વિદેશ યાત્રા માટે કોર્ટમાં જમા કરાવેલા દસ કરોડ રૃપિયા પરત કરવાની કાર્તિ ચિદમ્બરમની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની બનેલી વેકેશન બેન્ચે કાર્તિની અરજી ફગાવી દઇ કાર્તિને પોતાના સંસદીય મતવિસ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
લોકસભા ચૂંટણીમાં કાર્તિ ચિદમ્બરમે તમિલનાડુની શિવગંગા લોકસભા બેઠક પર ત્રણ લાખથી વધુ મતોથી વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ એ. રાજાને હરાવી દીધા છે.
ંકાર્તિ ચિદમ્બરમે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેમણે આ રકમ વ્યાજ પર લોન લઇને જમા કરાવ્યા હતાં. આઇએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તપાસનો સામનો કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેમને ૧૦ કરોડ રૃપિયા જમા કરવાની શરતે વિદેશ જવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની પાસે જામીન સ્વરૃપે દસ કરોડ રૃપિયા જમા કર્યા પછી મે જૂનમાં અમેરિકા, જર્મની અને સ્પેન જવાની પરવાનગી આપી હતી.
આઇએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ કેસમાં તપાસનો સામનો કરી રહેલા કાર્તિ ચિદમ્બરમે ટોટસ ટેનિસ લિમિટેડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ માટે અમેરિકા, સ્પેન અને જર્મની જવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી માગી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WACLBQ
via Latest Gujarati News
0 Comments