(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
તૃણમુલ કોંગ્રેસને આજે વધુ એક આંચકો લાગ્યો છે. તૃણમુલના ધારાસભ્ય મોનીરુલ ઇસ્લામ આજે ભાજપમાં સામેલ થયા છે. આ સાથે જ લોકસભા ચૂંટણીના પરિણામ પછી તૃણમુલના કુલ ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તૃણમુલના બીજા છ ધારાસભ્યો અને કેટલાક પૂર્વ સાંસદો ભાજપમાં જોડાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે તૃણમુલના બે ધારાસભ્યો અને ૫૦ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતાં.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લોેકસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાન મોદીએ નવુ સૂત્ર 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' સૂત્ર આપ્યું છે. આ સૂત્રને સાર્થક કરવા માટે જ ભાજપે મુસ્લિમ ધારાસભ્યને ભાજપમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
લોકસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં લઘુમતીઓના કાર્યો કરીને તેમનો વિશ્વાસ જીતવાની વાત કરી હતી.
ભાજપ નેતાઓ મુકુલ રોય અને કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં તૃણમુલ અન્ય કેટલાક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતાં.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તૃમમુલના છ ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થશે. વિવિધ મ્યુનિસિપાલિટીઓના અનેક કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાવા તત્પર છે.
તેમના જણાવ્યા અનુસાર છ ધારાસભ્યો પૈકી ચાર દક્ષિણ બંગાળમાંથી અને બે ઉત્તર બંગાળમાંથી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mg3hN9
via Latest Gujarati News
0 Comments