ચૂંટણી પછી ઘરઆંગણે સોનાની દાણચોરીની આવકો ફરી વધવાની શક્યતા



વિશ્વ બજારમાં અમેરિકન પ્રમુખના ચીન પર ટેરીફ વધારવાની ચેતવણીએ વિશ્વના આર્થિક વાતાવરણને ડહોળી નાખ્યું છે અને શેર બજારના  ભાવો તૂટતા અમેરિકા તથા ચીન વચ્ચે વેપારના   આ ટ્રેડ વોરે નવો વળાંક લીધો છે. પરિણામે   સોનાની મંદીને  બ્રેક લાગી  છે અને સોનાના ભાવોએ યુટર્ન લઈને તેજીની દીશા પકડવાની તૈયારી કરી છે. બુધવારે ન્યુયોર્કના  કોમેક્સ બજારમાં  સોનું૧૨૮૯.૧૦ ડોલર પ્રતિ ઔંસ બોલાવા લાગેલ.

સ્પ્રોટના ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર પીટર ગ્રોસકોપ્ટ જણાવે છે કે વિશ્વબજારમાં  સોનું સાઈડ લાઈન થયેલું  તે ફરી બજારની  લાઈમલાઈટમાં  આવ્યું છે. અને જ્યારે  બજારમાં  કશી અસ્થિરતાનું  વાતાવરણ ઊભું થાય છે ત્યારે સૌની નજર સોના પર મંડાય છે અને  સોનું  તેઓના પ્રશ્નોનો ઉત્તર  હેજીંગ દ્વારા  લોકોના પ્રોબ્લેમ ઉકેલે છે. 

આ સમયે નવી વાત જાણવા મળી છે કે અતિ પૈસાદાર શ્રીમંત લોકો ૨૦૧૯ના  વર્ષમાં  પોતાનું રોકાણ સોનામાં વધારશેઅને૨૦ ટકા તવંગર લોકો સોનામાં  ઈન્વેસ્ટમેન્ટ કરશે જે ૨૦૧૮ના  વર્ષમાં૧૧ ટકા  તવંગર લોકોએ  સોનામાં  રોકાણ કરવાના  પગલા ભર્યા હતા. 

સ્કોર્શીયા બેન્કનો રિપોર્ટ જણાવે છે કે   સોનાને આ વર્ષે  ઘણા  વધઘટના આંચકાઓ સહન કરવા પડશે અને લાંબા ગાળાના  સોનાના રોકાણકારોને   ફાયદો થશે.  સોનાની તેજી મંદીની  સાયકલમાં  ઘણી ઉંચ નીચ થશે અને  ડોલરની  નકારાત્મક  ચાલ સોનાના ભાવને ટેકો  આપીને ઉછાળશે.

વિશ્વ બજારમાં  ચાંદી ૧૫૦૦ સેન્ટ પ્રતિ  ઔંસના ભાવને  તોડતી નથી અને  ૧૫૦૦ સેન્ટ  પ્રતિ ઔંસની  અંદરના  ભાવોમાં  ટુંકી વધઘટ  કરીને ચાંદી પોતાની દિશા  નક્કી કરવા  અસમર્થ  છે તેવું લાગે છે.  છેવટે કહી શકાય કે ચાંદીના  આ તળિયાના  ભાવો છે તો તેજી  ક્યારે તેવા પ્રશ્નો બજારમાં ચર્ચાય છે. સ્પ્રોટના  રિપોર્ટમાં  જણાવાયું  છે કે છેલ્લાં ૪ વર્ષથી  ચાંદી૧૫૦૦ સેન્ટ  પ્રતિ ઔંસની આસપાસ અથડાઈને રમતી રહી છે.

સ્પ્રોટની  પોર્ટફોલિયોની સીનીયર  મેનેજર મારીયા સમીરનોવા જણાવે છે કે  લાંબા  ગાળાના રોકાણકારોની  માંગ ચાંદીના  ભાવને  ઉંચકશે અને ભાવો ૧૭૦૦ સેન્ટ પ્રતિ ઔંસના  ભાવને તોડી ઉપર જશે  તેમાં ખાસ કરીને ચાંદી સિક્કા, લગડી તથા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડની  માંગના કોન્ટ્રાકટો ચાંદીના ભાવને ઉંચકશે  ૨૦૧૬ના વર્ષમાં સટ્ટોડિયા દ્વારા લાંબા ગાળાના ચાંદીના સોદાઓ  કરીને તેજીને  ટેકો આપેલો અને  ટૂંકાગાળાના  સૌદા કરનારને દ્વિધા અનુભવી પડી હતી.

ચાંદીના પુરવઠા અને માંગ તરફ નજર માંડીએ તો જણાયું છે કે   હાજર ચાંદીની  ડેફીસીટ  છેલ્લા ૧૦ વર્ષની ધીમી ગતિમાં   જોવા મળી છે ગયે વર્ષે   આપણે નોંધ્યું છે ચાંદીનીમાગ ૨૦૧૭ના વર્ષ કરતા  ૨.૫ ટકા વધી  ત્યારે પુરવઠો ૨.૭ ટકા  ઘટયો હતો, તેમાં ચાંદીના સિક્કા તથા લંગડીની માંગ વધી હતી.  ઉપરાંત ચાંદીની જ્વેલરી ક્ષેત્રમાંથી ચાંદીની વધુ માંગ  રહી અને છૂટક સિક્કાની માંગમાં  ૨૦ ટકાનો   ઉછાળો નોંધાયો હતો.  છલ્લે એનાલીસ્ટો  જણાવે છે કે   ચાંદીના ભાવોમાં અસ્થિરતા હોવા છતાં  ચાંદી ધીમી ગતિએ તેજી તરફ દીશા પકડશે.

સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક ભાવોની વધઘટ તથા ડોલર સામે રૂપિયાની વધઘટ સોનું  રૂ.૩૨૪૫૦ અને  રૂ.૩૨૬૦૦ પ્રતિ૧૦ ગ્રામ  વચ્ચે અથડાવા લાગ્યું છે. અક્ષય તૃતિયાએ સોનાની મંદી બજારમાં થોડીક ચમક  પાછી લાવી છે. તેમ  કહેવું પડશે સોનાના વાયદામાં  પણ રૂ.૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામની વધઘટ  નોંધાઈ છે.  વાયદાના ભાવો સંકેત આપે  છે કે સોનામાં મોટી મંદી નથી.

ગુરૂવારે સવારે વાયદાના ભાવો રૂ.૩૧૭૭૫  પ્રતિ ૧૦ ગ્રામને ભાવ તથા આવતા  ઉપલા વાયદાનો ભાવ રૂ.૩૧૯૨૦ પ્રતિ૧૦ ગ્રામ  ક્વોટ થતા  સોનાનો ભાવ વધશે તેવી ગણતરી મૂકીને  રોકાણકારો  હાજર સોનું ખરીદીને  આવતું સોનું  વેચીને નફો બાંધે છે.

જાુના સોનાના દાગીનાની આવક  ઘટી છે.   ઉપરાંત દાણચોરીથી આવતા સોનાનો પ્રવાહ પણ ઘટયો છે. એપ્રિલ માસમાં  ભારતમાં  ચૂંટણીના  આચાર સંહિતાને લીધે  કાયદેસર સોનાની  આયાત બમણી થઈને સોનાની  આયાતનો આંક ૧૨૪ ટન દાખવે છે જે ગયે વર્ષે આજ સમયગાળામાં  બાવન  ટન  સોનાની આયાત  નોંધાઈ હતી. 

આ તબક્કે આયાતકારો   સોનાના ભાવો  તથા ડોલર  અને રૂપિયાના વિનિમય દરને નક્કી કરીને  જ સોનું મંગાવીને  વેપાર કરે   છે અને તેજી મંદીના માનસને દૂર રાખ્યું છે.  શો-રૂમમાં ઘરાકી   સળવળી છે  ત્યારે હોલસેલ  દાગીનાના વેચાણમાં  વૃદ્ધિ થઈ છે કારણ કે  રીટેલ દુકાનદારોએ પોતાની  ખરીદી વધારી  છે.

આ વર્ષે નોંધ લેવાઈ  છે કે અક્ષય તૃતીયામાં ૧ ગ્રામ, ૨ ગ્રામ તથા ૫ ગ્રામના સોનાના સિક્કાની માંગ સારી રહી અને રીટેલ શોપ-કીપરોએ  આવા સિક્કાનું   સારૂં વેચાણ કર્યું  . ૨૩ મે બાદ  આચાર સંહિતા  સમાપ્ત થતા જ દાણચોરો સક્રિય થશે અને  દાણચોરોની  સોનાની આવક  વધતા કાયદેસર  થતા સોનાની આયાતને ફટકો લાગશે. 

એકંદરે સોનું રૂ.૩૨૫૦૦ અને રૂ.૩૩૦૦૦  ૧૦ ગ્રામના  ભાવ વચ્ચે  અથડાશે. સ્થાનિક ચાંદી બજારમાં  ચાંદીના વેપારને  ગ્રહણ  લાગ્યું હોય તેવી સ્થિતિ  ઉભી થઈ છે. બુલીયનનો વેપાર કરનાર વેપારીઓ ભાવની વધઘટને કારણે  મુંઝવણ અનુભવે છેે. રૂ.૨૦૦ પ્રતિકિલોના   ભાવ ફેરે  ચાંદીની લે-વેચ કરે છે.

ચાંદીનો વાયદો રૂ.૩૭૪૮૦નો ભાવ ક્વોટ થતો હતો ત્યારે આવતો ઉપલો વાયદો રૂ.૩૭૯૯૫ પ્રતિ કિલો બોલાતા રોકાણકારો  હાજર ચાંદી ખરીદીને આવતો  વાયદો રૂ.૪૦૦ ફેરે વેંચીને    વ્યાજની  ગણતરીમાં  ઓછું વ્યાજ    ભલે મળે  પરંતુમાલ પોતાની પાસે રાખીને  સલામતી સાથે  વાયદો વેંચીને  ડીલીવરી સમયે    વાયદો  સરખો કરીને હાજર વેંચીને નફો તારવે  છે. આયાતકારો પણ વાયદા  કરતા રૂ.૧૦૦થી૩૦૦  નીચા ભાવે  ચાંદી  વેચીને ટુંકો નફો બાંધે છે.  જાુની ચાંદીની  આવક નહીંવત છે.  

એકંદરે ચાંદી રૂ.૩૮૫૦૦ અને રૂ.૩૯૩૦૦ પ્રતિ  કિલો વચ્ચે  અથડાશે.

- બુલિયન બિટ્સ



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfVLgz
via Latest Gujarati News

Post a Comment

0 Comments