નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
સુધારા મોરચે ઝડપી પરિણામ પૂરા પાડવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા ભારતીય શેરબજાર સામે મોટામાં મોટું જોખમ બની રહેશે એમ શેરબજારના વૈશ્વિક અભ્યાસુ માર્ક મોબિયસે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું.
જો મોદી, સુધારામાં ઝડપી આગળ નહીં વધે તો તે સૌથી મોટું જોખમ ગણાશે કારણ કે, તેનાથી બજારમાં એવા સંકેત જશે કે, સ્થિતિ એટલી સારી નથી જેવી તેઓ વિચારતા હતા, એમ ૮૧ વર્ષના મોબિયસે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
આ બાબતથી તમે સારી રીતે વાકેફ હોવા જોઈએ. દરેક જણ આ બાબત પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રમાં બહુમતિની સરકાર આવતા નીતિમાં સ્થિરતાની ખાતરી થતાં વિદેશી રોકાણકારો સુધારા માટે અને અર્થતંત્રને વિકાસના મજબૂત માર્ગ પર લઈ જવા જોરદાર પગલાં પર ભાર આપી રહ્યા છે.
સુધારા, સુધારા અને સુધારા, એજ મોદી સરકારની બીજી મુદતમાં રોકાણ માટેનો એક માત્ર મંત્ર રહેશે. કેન્દ્રમાં ભાજપને એકલા હાથે મળેલી બહુમતિ દેશના અર્થતંત્ર માટે એકદમ સારી બાબત છે. મોદી સરકારની બીજી મુદત દરમિયાન શ્રમ, માળખાકીય ક્ષેત્રમાં સુધારા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પ્રગતિ થાય તેવું પોતે ઈચ્છી રહ્યા છે એમ મોબિયસે જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EFBeAB
via Latest Gujarati News
0 Comments