(ગુજરાત સમાચાર કાર્યાલય) તા. 27 મે, 2019, સોમવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે આંચકા પચાવી ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે અમેરિકા તથા બ્રિટનના બજારો જાહેર બજારના પગલે બંધ રહ્યા હતા અને તેના પગલે વિશ્વબજારમાં આજે વેપારો ધીમા તથા તથા વધઘટ બેતરફી અને સાંકડી રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૬૯.૫૩ વાળા શનિવારે બંધ બજારે નીચામાં રૂ.૬૯.૩૮થી ૬૯.૩૯ થઈ ગયા હતા તે આજે નીચામાં રૂ.૬૯.૩૫ થયા પછી ફરી વધી ઉંચામાં ભાવ રૂ.૬૯.૬૧થી ૬૯.૬૨ થઈ છેલ્લે બંધ રૂ.૬૯.૪૯થી ૬૯.૫૦ બોલાઈ રહ્યા હતા.
બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે સાંજે રૂ.૮૮.૧૮થી ૮૮.૧૯ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ રૂ.૭૭.૮૧થી ૭૭.૮૨ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૨૮૭.૯૦ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૨૮૪.૧૦ થઈ સાંજે ભાવ ૧૨૮૫.૫૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ ઔંશના ઉંચામાં ૧૪.૬૪ ડોલર તથા નીચામાં ભાવ ૧૪.૫૭ થઈ સાંજે ભાવ ૧૪.૫૮થી ૧૪.૫૯ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૨૫ વાળા રૂ.૩૧૬૭૦ ખુલી રૂ.૩૧૭૧૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૭૫ વાળા રૂ.૩૧૭૯૭ ખુલી રૂ.૩૧૮૪૨ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૬૩૨૫ વાળા રૂ.૩૬૩૭૦ ખુલી રૂ.૩૬૩૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૬૪૦૦થી ૩૬૪૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૫૦થી ૧૩૦૦ ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ આજે સાંજે ઔંશના ૮૦૫.૮૦થી ૮૦૫.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૩૩૩.૪૦થી ૧૩૩.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
યુરોપમાં ચૂંટણીના પગલે વિશ્વબજારમાં આજે યુરોના ભાવ વધ્યા હતા. ઉપરાંત યુરોપના શેરબજારો પણ વધી આવ્યાના વાવડ મળ્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ફરી શરૂ થયું છે ત્યારે અમેરિકાના પ્રમુખે જાપાનમાં એવું નિવેદન આપ્યાના સમાચાર હતા કે અમેરિકાને હવે ચીન સાથે ટ્રેડ કરાર કરવામાં કોઈ ખાસ ઈચ્છા નથી અને ચીનના માલો પર હજી અમેરિકા દ્વારા ટેરીફ વધારી શકાય તેમ છે. આ નિવેદનના પગલે વિશ્વબજારમાં આજે બપોર પછી ખેલાડીઓમાં અજંપો વધ્યાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલદીઠ જે વિતેલા સપ્તાહના અંતે ૬૮.૬૫થી ૬૮.૭૦ ડોલર રહ્યા હતા તે આજે વધી સાંજ ે૬૯.૦૦ પાર કરી ૬૯.૨૦થી ૬૯.૨૫ ડોલર બોલાઈ રહ્યા હતા. લંડનના મેટલ્સ બજારો આજે બંધ રહ્યા હતા. ઘરઆંગણે હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવ ટનના રૂ.૨૧૦૦ ઘટાડયા હતા જ્યારે સીસાના ભાવ જાળવી રાખવાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YNGLfZ
via Latest Gujarati News
0 Comments