નુકસાન કરવાની ફિરાકમાં બહુ આગળ ન નીકળતા : ચીનની અમેરિકાને ચેતવણી


(પીટીઆઇ) બેઇજીંગ, તા.19 મે, 2019, રવિવાર

ચીનના હિતોને નુકસાન પહોંચાડવા સામે ચીનન ટોચના રાજદ્વારીએ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓને ચેતવણી આપી હતી કે આમ કરવામાં તમે બહુ આગળ ના નીકળી જતાં.તેમણે કહ્યું હતું કે  સહકારથી બંને દેશોને લાભ થશે અને ઘર્ષણથી નુકસાન.

અમેરિકન નેટવર્કમાંથી હુએવીઇને દૂર કરવાના દેખીતા ઇરાદા તરફ સંકેત  કરતાં રાષ્ટ્રીય સુરક્ષામાટે જોખમ ગણાવીને વિદેશી બનાવટના ટેલીફોનના સાધનો વસાવવાથી અમેરિકન કંપનીઓને દૂર રાખવાના એક ઓર્ડર પર પ્રમુખ ટ્રમ્પે સહી કર્યાના થોડા દિવસો પછી જ ચીનના વિદેશ મંત્રી વાંગે શનિવારે પોમ્પઓ સાથે ટેલીફોન પર વાત કરી હતી.

અમેરિકન બજારમાંથી ટેલીકોમ માંધાતા કંપની હુએવીઇ પર  પ્રતિબંધ લાદતાં વળતા પગલાં લેવાની ચીને પણ ચેતવણી આપી હતી. વિશ્વની બે સૌથી મોટી આર્થિક સત્તાઓ વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે જેના કારણે આખા વિશ્વના અર્થતંત્ર પર અસર પડી શકે છે. ચીની વેપાર અને ઉદ્યોગો પર તુટી પડવાના પગલાં સહિત વિવિધ ક્ષેત્રે ચીની હિતો માટે  નુકસાનકારક પગલાં અને ચીની વેપાર સામે અયોગ્ય ટીપ્પણી કર્યા  પછી વાંગે કહ્યું હતું કે આવા તમામ પગલાંઓનો ચીન ભારે વિરોધ કરે છે.

'અમે અમેરિકાને આ બાબતમાં ખૂબ આગળ નહીં નીકળી જવા વિનંતી કરીએ છીએ'એમ વાંગે પોન્પીઓને કહ્યું હતું.ઇતિહાસ અને હકીકત દર્શાવે છે કે વિશ્વની બે મોટી આર્થિક સત્તાઓ જો એક બીજને સહકાર આપી તો ફાયદામાં રહે અને સંઘર્ષ કરે તો નુકસાનીમાં રહે છે, એમ કહીને વાંગે ઉમેર્યું હતું કે બંને દેશો માટે માક્ષ સહકાર જ એક સારો માર્ગ છે.વાંગે કહ્યું હતુ ંકે અમેરિકાના તાજેતરના વલણ સામે ચીને વાંધો નોંધાવ્યો હતો. ચીને હમેશા મંત્રણા અને મસલત થકી જ ઉકેલ શોધ્યા હતો, એમ તેમણે કહ્યું હતું.અમેરિકાની નકારાત્મક પ્રવૃત્તિઓનો ચીને હેમેંશા જ વિરોધ કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jv6KVG
via Latest Gujarati News

Post a Comment

0 Comments