
નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવામાં આવી જે એક મહિના કરતા પણ વધુ સમય સુધી ચાલી. જેને પગલે હવેથી લોકસભાની જે પણ ચૂંટણી યોજાય તે બે કે ત્રણ તબક્કામાં જ યોજવાની સલાહ જદ(યુ) વડા નિતિશ કુમારે આપી છે.
નિતિશ કુમારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી સામાન્ય રીતે ઉનાળાના સમયમાં જ આવે છે. જેની અસર મતદારો, ચૂંટણી કર્મચારી દરેક પર થાય છે. આટલા લાંબા ગાળા માટે ચૂંટણીઓ યોજવા કરતા બે કે ત્રણ તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવે તો વધુ સારુ કહેવાય. નિતિશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણીઓ હાલ ઉનાળામાં જ યોજાય છે, જેને પગલે મતદારોએ ભારે તડકામાં લાઇનોમાં ઉભા રહેવું પડે છે, પરીણામે ઘણા લોકો મતદાન કરવાનું પણ ટાળતા હોય છે.
આપણા દેશમાં મતદાન માટે કે ચૂંટણી માટે ફેબ્રુઆરીથી માર્ચ કે પછી ઓક્ટોબરથી નવેમ્બર સૌથી સારો સમય હોય છે. આ સમયે જ ચૂંટણી યોજવી જોઇએ. સાથે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ૨૩મી મેએ જે પરીણામો આવશે તે એનડીએની તરફેણમાં જ હશે અને નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તા સંભાળશે.
નિતિશ કુમારે સાથે એવી પણ સલાહ આપી છે કે આટલા લાંબા સમય સુધી ચૂંટણી ન યોજવાની હોય, સાત કે તેથી વધુના બદલે બેથી ત્રણ તબક્કામાં જ ચૂંટણી યોજવી જોઇએ. નિતિશે એમ પણ કહ્યું હતું કે સામાન્ય રીતે તો આ ચૂંટણી એક જ તબક્કામાં યોજાઇ જવી જોઇએ પણ ભારત એક મોટો દેશ હોવાને કારણે તે શક્ય નથી માટે તેને બે કે પછી વધુમાં વધુ ત્રણ તબક્કામાં જ યોજવી જોઇએ. થોડા દિવસ પહેલા પ્રજ્ઞાા ઠાકુરે એક નિવેદન કર્યું હતું જેમાં તેણે ગાંધીજીના હત્યારા ગોડ્સેના વખાણ કર્યા હતા.
પ્રજ્ઞાાના આ નિવેદનને લઇને નિતિશ કુમારે પણ ટીકા કરી હતી. નિતિશે જણાવ્યું હતંુ કે ગાંધીજી આપણા દેશના આદર્શ છે માટે તેમનું અપમાન સહન ન જ કરી લેવાય. અને આ પ્રકારના નિવેદનો કરે તેમને પક્ષમાં કોઇ જ સ્થાન ન હોવું જોઇએ, પ્રજ્ઞાા ઠાકુરને પણ ભાજપમાંથી કાઢી મુકવાની તરફેણ નીતીશ કુમારે પણ કરી હતી.
અગાઉ નરેન્દ્ર મોદી, અમિત શાહ પણ પ્રજ્ઞાાના નિવેદનની ટીકા કરી ચુક્યા છે. ત્યારે હવે તેમાં નિતિશ કુમારનો પણ સમાવેશ થયો છે. સાથે નિતિશે એવો પણ દાવો કર્યો હતો કે હું ત્રણ સી ક્રાઇમ કરપ્કશન અને કોમ્યુનાલિઝ્મનું ક્યારેય સમર્થન નહીં કરું અને હંમેશા તેનો વિરોધ જ કરતો રહીશ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdO2Ij
via Latest Gujarati News
0 Comments