
સીઓલ, તા. 27 મે, 2019, સોમવાર
અમેરિકાના સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોના સંદર્ભમાં કહ્યું હતું કે આ પગલું સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ભંગ ગણાવું જોઈએ. તેના જવાબમાં ઉત્તર કોરિયાએ બોલ્ટનને યુદ્ધખોર ગણાવ્યા હતા.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જોન બોલ્ટનના નિવેદન બાબતે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ મિસાઈલનું પરીક્ષણ કરીને સંયુક્ત રાષ્ટ્રના નિયમોનો ભંગ કર્યો નથી. કારણ કે બધા દેશો આત્મરક્ષા માટે અને લશ્કરી કવાયતના ભાગરૂપે આવા પરીક્ષણો નિયમિત કરે જ છે.
ઉત્તર કોરિયાએ બોલ્ટનને યુદ્ધખોર માનસિકતા ધરાવતા હોવાનું પણ કહ્યું હતું. બોલ્ટન અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો સુધરે તેને લઈને ખૂબ નકારાત્મક છે. તે યુદ્ધના સોદાગર છે એટલે શાંતિ ઈચ્છતા નથી અને યુદ્ધખોર માનસિકતાથી બંને દેશો વચ્ચે તંગદિલી સર્જે છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બોલ્ટનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ન કહેવા જોઈએ. ખરેખર સુરક્ષા સલાહકાર તો સુરક્ષા ઈચ્છે, પરંતુ બોલ્ટન તો સુરક્ષા વિનાશક સલાહકાર તરીકે કાર્યરત છે. જે બંને દેશોના નેતાઓ વચ્ચે યોગ્ય વાતચીત થાય તેવું બિલકુલ ઈચ્છતા નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30OV0CQ
via Latest Gujarati News
0 Comments