અમેઠીમાં ભાજપના નેતાની હત્યાના આરોપમાં ત્રણ શકમંદોની ધરપકડ


(પીટીઆઈ) લખનઉ, તા. 27 મે, 2019, સોમવાર

અમેઠીમાં ભાજપના નેતાની હત્યા પછી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. એમાં વધુ ત્રણ શકમંદોની ધરપકડ થઈ છે અને હજુ ય બે શકમંદોને ઝડપી લેવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

અમેઠીના ભાજપના નેતા સુરેન્દ્ર સિંહની હત્યા થઈ તે પછી પોલીસે આરોપીઓને ઝડપી લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસે વધુ ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. તે સાથે જ કુલ સાત શકમંદોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે અને હજુ ય બે ફરાર શકમંદ શખ્સોને ઝડપી લેવાની ગતિવિધિ શરૂ છે.

અમેઠીના ભાજપનાં સાંસદ સ્મૃતિ ઈરાનીના કરીબી ગણાતા સુરેન્દ્ર સિંહની ચૂંટણી પરિણામો પછી હત્યા થઈ હતી. તે પછી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને શકમંદોને ઝડપીને તમામની આકરી પૂછપરછ શરૂ કરાઈ છે. જોકે, હત્યા પાછળનું કારણ હજું પોલીસને જાણવા મળ્યું નથી.

આ રાજકીય હત્યા હોવાનો આરોપ ભાજપના અમેઠીના કાર્યકરો અને નેતાઓએ લગાવ્યો હતો. ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા આપવા લડત લડાશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં જઈને પણ સુરેન્દ્રને ન્યાય અપાવાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XduBws
via Latest Gujarati News

Post a Comment

0 Comments