લખનૌ, તા. 15 મે 2019, બુધવાર
પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કામાં લોકસભાની નવ બેઠકો માટે મતદાન થવાનુ છે ત્યારે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ એક બીજા સામે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે.
દરમિયાન આજે કોલકાતામાં યોગી આદિત્યનાથની રેલી યોજવાના છે ત્યારે આ રેલી પહેલા યુપીમાં મમતા સરકાર પર યોગીએ પ્રહારો કરતા કહ્યુ હતુ કે, મમતા બેનરજી એક જુઠ્ઠાણાને છુપાવવા બીજા સેંકડો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. મમતા સરકાર તોફાનો ભડકાવી રહી છે. ટીએમસીના ગૂંડાઓએ અમિત શાહ પર કરેલો હુમલો મમતા સરકારના કોફિનનો અંતિમ ખીલો છે.
યોગીએ કહ્યુ હતુ કે, ટીએમસીના ગૂંડાઓએ જય શ્રી રામ બોલવા પર પ્રતિબંધ મુકી રહ્યા છે. જ્યારે મેં તો યુપીમાં પૂજાનો સમય નહોતો બદલ્યો પણ મોહરમ તાજિયાના સરઘસ કાઢવાનો સમય બદલી નાખ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LFKQAZ
via Latest Gujarati News
0 Comments