મમતા બેનરજીનો વ્યવહાર સદ્દામ હુસેન જેવોઃ વિવેક ઓબેરોય

કલકત્તા, તા.15 મે 2019, બુધવાર

પશ્ચિમ બંગાળમાં વર્તમાન લોકસભા ચૂંટણી દરમિયાન  અને કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની સરખામણી ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેન સાથે કરી છે.

ઓબેરોયે મમતા બેનરજીએ આપેલા લોકતંત્ર ખતરામાં છે...વાળા નિવેદનના અહેવાલને ટ્વિટ કરતા લખ્યુ હતુ કે, ખબર નથી પડી રહી કે દીદી જેવી સન્માનિત મહિલા કેમ સદ્દામ હુસેન જેવો વ્યવહાર કરી રહી છે.વિચિત્રતા એ છે કે, લોકતંત્ર તો ખુદ તાનાશાહ દીદીના કારણે ખતરામાં છે.પહેલા પ્રિયંકા શર્મા અને હવે તેજિન્દર બગ્ગાની ધરપકડ પણ આ દીદીગીરી નહી ચાલે.

અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે.ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ હિંસા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WLE2mz
via Latest Gujarati News

Post a Comment

0 Comments