મુંબઈ, તા. 02 મે, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજાર નરમ હતી. ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દોઢથી બે ટકો ગબડતાં તેનાપગલે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાયો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ આજે ઔંશનો ઘટી સાંજે ૧૨૬૯.૯૦થી૧૨૭૦ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ આજે ૬૯.૫૬ વાળા ૬૯.૬૧ ખુલી રૂ.૬૯.૬૨ થયા પછી નીચામાં ભાવ ૬૯.૩૪ થઈ સાંજે ભાવ ૬૯.૩૭ હતા.
ડોલરના ભાવ આજે વધુ ૧૯ પૈસા ઘટયા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૮ પૈસા ઘટી રૂ.૯૦.૫૧થી ૯૦.૫૨ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ૨૯ પૈસા ઘટી રૂ.૭૭.૭૩થી ૭૭.૩૪ બંધ હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા મુખ્ય વ્યાજના દરો જાળવી રાખ્યા છે તથા આગળ ઉપર વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા પણ ઓછી હોવાનું ફેડરલ રિઝર્વના અધ્યક્ષે જણાવ્યું હતું.
આની અસર ડોલર તથા સોનાના ભાવ પર દેખાઈ છે. યુરોપના સ્તરે બજારો આજે નરમ હતા. અમેરિકામાં આ લખાય છે ત્યારે જોબલેસ કલેઈમ્સના આંકડા તથા જોબગ્રોથના આંકડાઓ પર ખેલાડીઓની નજર હતી.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાનાભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૦૦ વાળા ૩૧૩૪૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૭૫૦ વાળા રૂ.૩૧૪૬૬ હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી૩ ટકા ઊંચા હતા. દરમિયાન મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૬૯૦૦થી ૩૬૯૫૦ વાળા આજે રૂ.૩૬૪૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૬૪૦૦થી ૩૬૪૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઘટી ઔંશના ૧૪.૬૨ડોલર થઈ સાંજે ૧૪.૬૫થી ૧૪.૬૬ ડોલર રહ્યા હતા. દરમિયાન પ્લેટીનમના ભાવ ઘટી ઓંશના સાંજે ૯૦૦ ડોલરની અંદર ઉતરી ૮૫૭.૩૦થી ૮૫૭.૪૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ સાંજે ૧૩૫૭.૨૦થી ૧૩૫૭.૩૦ ડોલર રહ્યાના સમાચાર હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આજે વ્યાજના દર જાળવી રાખ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે દોઢથી બે ટકો ગબડી સાંજે ભાવ બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ૭૨ડોલરનીઅંદર ઉતરી ૭૧.૧૫થી ૭૧.૨૦ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ગબડી સાંજે ૬૩ ડોલરની અંદર ઉતરી ૬૨.૫૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યો છે ઉપરાંત ત્યાં ઉત્પાદન પણ વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે.
ત્યાં ક્રૂડતેલનો સ્ટોક વધી ૨૦૧૭ પછીની નવી ટોચે પહોંચ્યો છે જ્યારે ત્યાં દૈનિક ઉત્પાદન વધી ૧૨૩ લાખ બેરલ્સ થતાં નવો રેકોર્ડ થયો છે. સ્ટોક સપ્ટેમ્બર૨૦૧૭ પછીની નવી ટોચે પહોંચી ૪૭૦.૬૦ મિલીયન બેરલ્સ થયો છે.
દરમિયાન વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૨૦૧૯ના પ્રથમ ૩ મહિનામાંસોનાની ખરીદી વધારી ૧૪૫થી ૧૪૬ ટન કરતાં ૬ વર્ષનો રકોર્ડ તૂટયો છે. ખાસ કરીને રશિયા તથા ચીન દ્વારા આવી ખરીદી આ ગાળામાં વિશેષ કરવામાં આવી છે. આ બેન્કો ડોલરવેંચી સોનું ખરીદી રહ્યાના સમાચાર મળ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXv6su
via Latest Gujarati News
0 Comments