
નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર
જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ અને પત્નીને દેશ છોડતા અટકાવી દેવામાં આવ્યા પછી એરલાઇન્સના પૂર્વ પ્રમોટરો સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
એરલાઇન્સના પતન પહેલા ગોયલ દંપતી ઉપરાંત અન્ય કોઇ દ્વારા રોકાણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે કે તેની તપાસ ચાલી રહી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ(એસએફઆઇઓ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) તપાસના અંતે આ અહેવાલ નાણા મંત્રાલયને સુપ્રત કરશે.
બંને એજન્સીઓ તપાસ કરી રહી છે કે એરલાઇન્સનું પરિચાલન બંધ કર્યા પહેલા પ્રમોટરો દ્વારા કોઇ ગેરરીતિ આચરવામાં આવી નથી ને. એજન્સીઓ તપાસ કરી રહી છે કે પ્રમોટરો દ્વારા કોઇ ભંડોળની ઉચાપત કરાઇ છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે નરેશ ગોયલે માર્ચ મહિનામાં જેટ એરવેઝના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. જેટ પ્રિવિલેજ પ્રા.લિ.માં ૫૦.૧ ટકા ભાગીદારી ખરીદવા માટે અધુ ધાબીની એતિહાદ એરલાઇન્સે ૧૫ કરોડ ડોલરનું રોકાણ કર્યુ હતું. અઆ રોકાણમાં નિયમોનો ભંગ થયો છે નહીં તેની તપાસ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JDHGMk
via Latest Gujarati News
0 Comments