
હજુ ઘણા લોકો લાપતા : નેપાળ સરકારે આ વર્ષે રેકોર્ડ તોડ ૩૮૧ લોકોને પરવાનગી આપી : અપ્રશિક્ષિત પર્વતારોહીને પણ મંજુરી આપી
કાઠમંડુ, તા. 27 મે, 2019, સોમવાર
રસ્તા પર થતા ગાડીઓના ટ્રાફીકને તો આપણે રાજે જોઇએ છીએ અને તેનો ભોગ પણ બનીએ છીએ, પરંતુ હાલમાં જ એક એવો ટ્રાફીક જામ સર્જાયો હતો જેમાં ૧૧થી પણ વધુ લોકોએ જીવ પેતાનો જીવ ગુમાવ્યો છે. આ ટ્રાફીક જામ દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર સર્જાયો હતો.
સમુદ્રના લેવલથી ૯ કિમી ઉંચા પર્વત પર ચડવાનું ઘણા લોકોનું સપનું હોય છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટેની એક ખાસ સિઝન હોય છે. એ સિઝનમાં એવરેસ્ટ પર જવા માટે નેપાળ સરકાર મંજુરી આપે છે. એક પરશિન દિઠ નેપાળ સરકારને લગભગ ૭.૫ લાખ રૂપિયા મળે છે. ત્યારે વધારે પૈસાની લાલચમાં નેપાળ સરકારે રેકોર્ડ તોડ ૩૮૧ લોકોને પરમિશન આપી હતી. જેથી એવરેસ્ટ ચડવાવાળા લોકો વધી ગયા .
માઉન્ટ એવરેસ્ટ ચડવો એ ખુબ મુશ્કેલીપૂર્ણ હોય છે. બર્ફીલા તોફાનો, હિમસ્ખલન વગેરે સહિત હવામાનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જ્યાં સુધી હવામાન સુધરે નહીં ત્યા સુધી બધા લોકોેએ બેઝ કેમ્પમાં રાહ જોવી પડે છે.
આ વખતે ૨૨ મેના રોજ હવામાન સાફ થયુ. જેવું હવામાન ક્લીયર થયુ તેવા એકસાથે ૨૫૦ લોકો એવરેસ્ટ તરફ નીકળી પડયા. એવરેસ્ટના સૌથી ઉંચા પોઇન્ટ પહેલા ડેથ જોન નામનો વિસ્તાર આવે છે. જ્યાં માત્ર એક જ વ્યક્તિ પસાર થઇ શકે છે. આ પાતળા રસ્તા પર જ આ વખતે ટ્રાફીક જામ સર્જાયો.
એક સાથે ૨૫૦ લોકોની લાઇન લાગી. હવામાન પણ બગડવા લાગ્યુ. પર્વતારોહી પાસે રહેલો ઓક્સિજન ખૂટવા લાગ્યો અને ૧૧થી વધુ લોકોના મોત થયા. ઉપરાંત હજુ પણ ઘણા લોકો લાપતા છે. જેમાં ભારતીય પણ સામેલ છે. આ બધી મોતનું કારણ ટ્રાફીક જામ ગણવામાં આવે છે. ૨૯૦૦૦ ફુટની ઉંચાઇ પર પર્વતારોહીઓએ બે બે કલાક લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. આટલી ઉંચાઇ પર પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે માત્ર એક અથવા બે કલાકના વિલંબથી મૃત્યુ થઇ શકે છે.
આ ટ્રાફીક જામ સર્જાવાનું કારણ નેપાળ સરકારે મોટી સંખ્યામાં પર્વતારોહીઓને એવરેસ્ટ ચડવા માટેની પરમિશન આપી તે છે. સુત્રો પ્રમાણે મૃત્યુ પામનારા અને લાપતા લોકોમાં આઠ ભારતીયો પણ છે. કેટલાક પર્વતારોહીઓ કે જેઓ સફળતાપૂર્વક એવરેસ્ટ ચડીને પાછા આવ્યા તેમણે જણાવ્પુ કે ઉપર તેમને લાશે પર પગ મુકીને આગળ વધવુ પડયુ હતું કેમકે એ સિવાય તેમની પાસે કોઇ રસ્તો નહોતો.
નેપાળના સ્થાનિક શેરપાઓના જણાવ્યા અનુસાર આ વખતે આટલી બધી મોતોનું એક કારણ એ પણ હતું કે ૩૮૧ પર્વતારોહીઓમાંથી ઘણા લોકો પર્વત ચડવા માટે સક્ષમ નહોતા. તેમણે જણાવ્યુ કે એવરેસ્ટની ચડાઇને લઇને નેપાળ સરકાર પાસે કોઇ જ કાયદા કાનુન નથી. સરકાર મનફાવે તેરીતે પરમિશન આપે છે. આ વખતે પણ સરકાર દ્વારા ઘણા અપ્રશિક્ષિત પ્રવતારોહીઓને પરમિશન આપવામાં આવી હતી. જેના પરિણામો ગંભીર આવ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4nbb6
via Latest Gujarati News
0 Comments