
કોંગ્રેસ મહાસચિવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શોલે ફિલ્મના પ્રખ્યાત પાત્ર સાથે કરી
(પીટીઆઇ) મિરઝાપુર/ ગોરખપુર, તા.17 મે, 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતા નહીં પણ અભિનેતા છે અને તેમના કરતા અમિતાભ બચ્ચનને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા હોત તો સારુ રહેતું તેમ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે જણાવ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ વધુમાં મોદીની સરખામણીમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ શોલેમાં અસરાનીના પાત્ર સાથે કરી હતી. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રોડ શોના અંતે પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી નેતા નથી પણ એક અભિનેતા છે. જો તેમની જગ્યાએ અમિતાભ બચ્ચનને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા હોત તો સારું થયું હોત.
ગોરખપુરની રેલીમાં પ્રિયંકાએ એકત્ર થયેલા લોકોને પૂછ્યું હતું કે શું તમે શોલે ફિલ્મમાં અસરાનીનો રોલ જોયો છે? આ ફિલ્મમાં અસરાની વારંવાર કહે છે કે 'હમ અંગ્રેજો કે જમાને કે જેલર હે'. તેવી જ રીતે વડાપ્રધાન વારંવાર ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યોની વાતો કરે છે પણ તે ક્યારેય છેલ્લા પાંચ વર્ષમાં પોતે ક્યા કાર્યો કર્યા તે જણાવતા નથી.
પ્રિયંકા ગાંધીએ મિરઝાપુરની રેલીમાં જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ સત્તા મેળવવાનો છે. ગત લોકસભા ચૂંટણી પહેલા આપેલા વચનો પૂર્ણ કરવામાં વડાપ્રધાન મોદી નિષ્ફળ રહ્યાં છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ ક્યારેય ખોટા વચનો આપતી નથી અને ખેડૂતો, ગરીબો અને યુવાનોના હિતમાં કાર્ય કરે છે.
ભાજપ સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીથી કાળા નાણાં પરત આવશે. પણ શું કાળા નાણાં પરત આવ્યા? આ કેવા પ્રકારની સરકાર છે કે જે ખેડૂતોનો પણ અવાજ સાંભળતી નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LSB9Q3
via Latest Gujarati News
0 Comments