ઉત્પાદન ખર્ચમાં વધારાને પગલે સ્ટીલ પ્રોડકટસના ભાવમાં તોળાતો વધારો

કોલકત્તા, તા. 29 મે, 2019, બુધવાર

આયર્ન ઓર તથા કોલસાની કિંમતો વધી જતાં  ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે ફલેટ સ્ટીલ પ્રોડકટસના ભાવમાં આવતા મહિને વધારો આવવાની શકયતા જોવાઈ રહી છે. 

છેલ્લા કેટલાક મહિનામાં આયર્ન ઓરના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૪૫૦ જ્યારે કોકિંગ કોલના ભાવમાં પાંચ ટકા જેટલો વધારો થયો છે.  આને કારણે સ્ટીલ પ્રોડકટસના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે એમ એક સ્ટીલ ઉત્પાદકે જણાવ્યું હતું.

માઈનિંગ કંપનીઓએ આયર્ન ઓરના ભાવમાં ફેબુ્રઆરીમાં પ્રતિ ટન રૂપિયા૪૦૦થી રૂપિયા ૬૦૦નો વધારો કર્યો છે. કોકિંગ કોલના ભાવ ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં પ્રતિ ટન રૂપિયા ૮૦૦ જેટલા વધ્યા હતા. આને કારણે સ્ટીલના ઉત્પાદન ખર્ચમાં પ્રતિ ટન રૂપિયા ૬૩૦ જેટલો વધારો થયો છે. 

ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાથી સ્ટીલના ભાવ વધારવા અમે વિચાર કરી રહ્યા છીએ એમ એક સ્ટીલ કંપનીના માર્કેટિંગ વિભાગના વડાએ જણાવ્યું હતું. જો સ્ટીલનો ભાવ વધારો આવશે તો ૨૦૧૯માં તે બીજો વધારો હશે. આ અગાઉ ફેબુ્રઆરીમાં વધારો કરાયો હતો. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mikd5x
via Latest Gujarati News

Post a Comment

0 Comments