એક્ટરનો એક જ ધર્મ છે એક્ટિંગ


ઓરોબોરસ આર્ટ હબ બ્લેકબોક્સ થિયેટર ખાતે વેકઅપ સેશન યોજાયો, જેમાં બોલિવૂડની ૧૫૦થી વધુ ફિલ્મમાં કામ કરી ચૂકેલા રાજ ઝુત્સી અને આદિત્ય લાખિયા જેવા એક્ટિંગના માસ્ટર્સનો ઇન્ટરેક્ટિવ સેશન યોજાયો. જે ઓપન ફોર ઓલ હતો. 

સારા એક્ટર બનવું હોય તો સારા માણસ બનો

એક એક્ટર તરીકે ખુબ જરૃરી છે કે તમે કોઇ પણ મોટા શહેરમાં તમારો સ્ટ્રગલીંગ પિરિયડ ચાલતો હોય ત્યારે માત્ર એક્ટિંગ જ કરવી છે. કયામત સે કયામત તકમાં આસુતોષ ગોવારીકરને આસિસ્ટ કરતો હતો ત્યારે સાઇડમાં હું સ્ક્રિપ્ટ પણ લખતો હતો. હું દ્રઢ પણે માનું છું કે સારા એક્ટર બનવું હોય તો સારા માણસ બનવા પર કામ કરો. - આદિત્ય લાખિયા, એક્ટર

એક્ટર સંપૂર્ણપણે ડિરેક્ટર પર આધારિત હોય છે

તમારા કરિયરમાં તમે તમામ નેગેટિલ રોલ કર્યા તે તમારા ઉપર હાવી નથી થઇ જતા? તેવો પ્રશ્ન કરતા રાજ ઝુત્સીએે કહ્યું કે, આ રોલ કરવા અઘરા હોય છે એક ફિલ્મમાં માતાનું ખૂન કરવાનું હતું તેવો રોલ પ્લે કરવાનો હતો હવે આ એવી બાબત છે જેના માટે હું આત્માથી ક્યારેય કન્વીન્સ ન થાઉ પરંતુ એક એક્ટર તરીકે આ કરવું પડે તેના માટે હું મારી લાઇફને ન્યુટ્રલ રાખું છું. એક્ટરનો કોઇ ધર્મ નથી હોતો, તેનો એક જ ધર્મ છે એક્ટિંગ. યરેક્ટરને સમજવું ખૂબ જ જરૃરી છે કારણ કે ફિલ્મોમાં એક્ટર સંપૂર્ણપણે ડિરેક્ટરને આધારિત હોય છે. રાજ ઝુત્સી, એક્ટર




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YReViK
via Latest Gujarati News

Post a Comment

0 Comments