નવી દિલ્હી, તા. 18 મે, 2019, શુક્રવાર
ચીન-અમેરિકા વચ્ચેની ટ્રેડ વોરને કારણે ભારત સહિત ઊભરતી બજારોમાં ચીનના માલનું ડમ્પિંગ થવા ઉપરાંત અમેરિકા ખાતેથી વિદેશી ઈન્વેસ્ટમેન્ટના ફલોઝ નબળો પડવાની શકયતા રહેલી છે એમ ઈન્ડિયા રેટિંગ અને રિસર્ચ (ઈન્ડ-રા) દ્વારા જણાવાયું છે.
આ અગાઉ પણ ચીને આવી ટેન્ડેન્સી બતાવી છે અને ભારત સહિતની અનેક બજારોમાં પોતાના પ્રોડકટસ ઠાલવ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચેની વેપાર તાણથી ચીનને તેના માલની નિકાસ ઊભરતી બજારો તરફ વાળવા ફરજ પાડશે એમ ઈન્ડ-રાએ તેના એક નિવેદનમાં જણાવ્યું છે.
આને કારણે ભારતમાં માગ-પૂરવઠાનું ગણિત ખાસ કરીને ઈલેકટ્રોનિક ગુડસ, આયર્ન અને સ્ટીલ તથા ઓર્ગેનિક કેમિકલ્સ જેવા પ્રોડકટસની બજારમાં ખલેલ ઊભી કરે તેવી શકયતા છે.
૨૦૧૮માં ચીનની નિકાસ અમેરિકાની કુલ આયાતના ૧૮ ટકા જેટલી રહી છે, જે અમેરિકાના જીડીપીના ૨.૩૪ ટકા જેટલી થવા જાય છે. અમેરિકાના જીડીપીના કદ સાથે ચીનની આયાતના નોંધપાત્ર હિસ્સાની સરખામણી કરીએ તો, નીચી આયાત અથવા આયાતી માલસામાનના ખર્ચમાં વધારો અમેરિકામાં ફુગાવાજન્ય દબાણને વેગ આપી શકે છે.
આને પરિણામે, અમેરિકાની ક્રેડિટ માર્કેટની યીલ્ડસમાં વધારો થઈ શકે છે, જે વળતામાં ડિસ્કાઉન્ટ રેટસમાં વધારો કરાવી શકે અને અમેરિકાના રોકાણકારોને આર્બિટ્રેજની તક ઘટાડશે અને તેની અસરરૂપે ભારત સહિતની ઊભરતી બજારોમાં ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટમેન્ટ નબળું પડી શકે છે.
અમેરિકામાં ચીનની નિકાસમાં ઘટાડો ચીનના ચલણ યુઆન પર દબાણ લાવી શકે છે. ચીન જો યુઆનનું ડિવેલ્યુએશન કરશે તો ભારતે સ્પર્ધામાં ટકી રહેવા ભારતીય રૂપિયામાં ઘસારાને ગતિ આપવી પડશે અન્યથા ભારત નિકાસ બજારમાં સ્પર્ધાત્મક નહીં રહી શકે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W5ekMT
via Latest Gujarati News
0 Comments