ફેબુ્રઆરી- માર્ચમાં લેવાયેલી ઇન્ડિયન સર્ટીફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) અને ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન (ISC) ની ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભારતના અઢી લાખ સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી. અમદાવાદની તમામ શાળાઓમાં ગર્લ્સ સ્ટુડન્ટનું પરિણામ વધારે સારું રહ્યું છે.
પરીક્ષાના બે દિવસ પહેલા જ હું ભણી તેના કરતા સિલેબસ અલગ છે તેની જાણ થઇ
ક્રિશી પટેલ
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
સાયન્સ
90.2
ક્રિશી પટેલે કહ્યું કે, મને મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ૮૮ માર્કસ મળ્યા છે અમે બાયોલોજીમાં ૯૭. બોર્ડ છે તેનો હાવ ઊભો ન કરી પ્રેશર વગર બોર્ડની તૈયારી કરી હતી. જે વિષયો નબળા હતા તેના માટે કેટલીય રાત જાગીને મહેનત કરી હતી. મારો ગોલ અત્યારે જેટલા પરસન્ટેજ આવ્યા તેનાથી વધારે લાવવાનો હતો અને મે મહેનત પણ કરી હતી પરંતુ એક મોટી ભૂલ થઇ. મેં ફ્રેન્ચ વિષય રાખ્યો હતો તેમાં હું બે વર્ષ સીબીએસસીનો કોર્સ ભણી અને મને બોર્ડની પરીક્ષાના બે દિવસ અગાઉ જાણ થઇ કે મારો સિલેબસ અલગ છે.મારા સિલેબસને લઇને ભુલ થઇ હતી. પરંતુ મેં હાર ન માની અને લેટરરાઇટીંગ જેવું જાતે તૈયારી કરી અને ગ્રામર ઇન્ટરનેટમાંથી ભણી આની સાથે સ્કૂલ ટિચરે પણ ખૂબ મદદ કરી અને પરીક્ષા આપી પણ બે વર્ષની તૈયારી સામે બે દિવસની તૈયારી કેટલી થઇ શકે પણ મારી મહેનતનું પરિણામ સારુ મળ્યું.
ગૌરવી નારંગ
આનંદનિકેતન સ્કૂલ
હ્યુમિનિટી
98.5
હ્યુમિનિટી, ઇકોનોમિક અને પોલિટિકલ સાયન્સમાં 100ગુણ
મેં પરીક્ષાના આગલા બે મહિના માત્ર બોર્ડના જુના વર્ષના પેપર સોલ્વ કર્યા હતા. અને નિર્ધારિત કરેલ સિલેબસનું રિવિઝન કરીને જ રાત્રે સુતી હતી. મારો પહેલેથી જ ૯૫ ટકા ની ઉપર લાવવાનો ગોલ હતો જે અચીવ થયો. મને હ્યુમિનિટી, પોલીટીકલ સાયન્સ અને ઇકોનોમિક્સ વિષય ખુબ પસંદ હતા જેમાં મને ૧૦૦માંથી ૧૦૦ ગુણ મળ્યા છે. હું ક્યારેય ઉજાગરા કરીને વાંચતી નહતી. મને લાગે છે કે સ્કૂલની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોને સોલ્વ કરતા રહીએ તો બોર્ડની પરીક્ષામાં વાંધો આવતો નથી.
દિવસે પબજી રમતો અને રાત્રે પરીક્ષાની તૈયારી કરતો
આર્યન જૈન
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
સાયન્સ
88.8
નારણપુરા ખાતે રહેતા આર્યને કહ્યું કે, મારે ઇગ્લિશમાં ૮૬, સાયન્સમાં ૮૫, સોશિયલ સાયન્સમાં ૮૭, મેથ્સમાં ૮૨ અને ફિઝિકલ એજ્યુકેશનમાં ૯૭ માર્કસ આવ્યા છે.મેં આખું વર્ષ સ્કૂલ અને ટયૂશનમાં ટિચર જે ભણાવતા તેના પર ધ્યાન આપ્યું હતું, મેં તેમા લેવાતી એક પણ પરિક્ષા મીસ કરી નહતી. આ પછી છેલ્લા બે મહિના હું સ્કૂલ કે ટયૂશનમાં જતો નહતો ઘરે સેલ્ફ સ્ટડીજ કરતો હતો તેમાં પણ દિવસે પબજી રમતો અને રાત્રે પરીક્ષાનુ વાંચતો હતો.
દિપ્થા શ્રીકાંથ
ઝાયડસ સ્કૂલ
સાયન્સ
97.8
મેડીકલ ક્ષેત્રમાં જવા માટેનો ગોલ પહેલેથી જ સેટ કર્યો હતો
ઝાયડસ સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં પ્રથમ આવનાર દિપ્થાએ કહ્યું કે, મારે ફીઝીક્સમાં ૯૮, કેમેસ્ટ્રી-૯૬ અને બાયોલોજીમાં ૯૯ માર્કસ મેળવ્યા છે. હું દરરોજ સવારે ઉઠીને મારો એક ટાર્ગેટ સેટ કરતી હતી તે પુરો ન થાય ત્યા સુધી કોઇ અન્ય કામ પર ધ્યાન ન હતી આપતી. મારો પહેલેથી મેડિકલ ક્ષેત્રમાં જવાનો ગોલ છે એટલે મે બાયોલોજી લીધું હતું. આખા વર્ષ દરમિયાન બોર્ડ હોવાથી ટી.વી. કે સોશિયલ મિડિયાનો ઉપયોગ બંધ કરી દેવો તેવું નહતું પણ તેનો મર્યાદિત ઉપયોગ કરતી હતી.
અંજસી મહેતા
ઝાયડસ સ્કૂલ
કોમર્સ
96.4
ચેસ રમવાથી બોર્ડમાં એકાગ્રતા જળવાઇ રહેતી
કોમર્સ સ્ટ્રીમમાં ટોપ કરનાર અંજસીએ કહ્યું કે, કોમર્સમાં મારે ૧૦૦, ઇકોનોમિક્સમાં ૯૫, એકાઉન્ટમાં ૯૫ અને મેથ્સમાં ૯૪ માર્કસ આવ્યા છે. પરિક્ષાના છેલ્લા દિવસોમાં ભાર વધી ન જાય તે માટે પહેલા દિવસથી જ નિયમિત તૈયારી કરતી હતી. હું નેશનલ લેવલ ચેસ પ્લેયર છું આ સાથે ગીટાર વગાડુ છું અને ડાન્સ પણ કરુ છું. ચેસ અને ગિટારને કારણે બોર્ડની તૈયારી માટે એકાગ્રતા જળવાઇ રહેતી.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H2M1VB
via Latest Gujarati News
0 Comments