
ગોડ્સેના વખાણ બદલ પ્રજ્ઞાને પક્ષની ફટકાર, ભાજપના ઉમેદવારના રોડ શોથી દુર રહેવા આદેશ
નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે જે નિવેદન કર્યું છે તેને હું ક્યારેય માફ ન કરી શકુ કેમ કે પ્રજ્ઞાએ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને સાચો દેશભક્ત ગણાવી ખોટુ કર્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે ગાંધી કે ગોડ્સે અંગે જેમણે જે પણ નિવેદન કર્યું હોય તે પણ આ પ્રકારના નિવેદનોને ક્યારેય ચલાવી ન જ લેવાય. આપણી સંસ્કૃતિમાં આ પ્રકારના નિવેદન ક્યારેય સ્વીકાર્ય ન હોઇ શકે અને આ પ્રકારની વિચારધારા ન જ ચલાવી લેવાય.
દરમિયાન મોદીએ મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં ફરી ભાજપની જ સરકાર રચાશે અને એનડીએ ૩૦૦થી પણ વધુ બેઠકો મેળવશે. સાથે મોદીએ કહ્યું હતું કે મને ફરી વડા પ્રધાન પદ માટે પસંદ કરવાનો નિર્ણય લેવા બદલ આભાર વ્યક્ત કરું છું.
કાશ્મીરથી કન્યા કુમારી, કચ્છથી કામરુપ દરેક લોકો કહે છે કે અબ કી બાર ૩૦૦ પાર, ફીર એકબાર મોદી સરકાર. સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે ફરી કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં એનડીએ ૩૦૦થી વધુ બેઠક જીતશે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે ૧૩૦ કરોડ જનતાની પસંદ એનડીએ છે, જ્યારે પણ જનતા મતદાન કરવા જશે ત્યારે એક નવો ઇતિહાસ રચાશે. દસકા બાદ તમે કેન્દ્રમાં ફરી વખત બહુમત વાળી સરકાર રચવા જઇ રહ્યા છો.
મારો ચૂંટણી પ્રચાર મેરઠથી શરૃ થયો હતો અને હવે તેનો અંત મધ્ય પ્રદેશના ખારગોનમાં આવશે. આ બન્ને શહેરોનો એક ઇતિહાસ રહ્યો છે કેમ કે ૧૮૫૭ની આઝાદીની ચળવળ સાથે આ બન્ને શહેરો સંકળાયેલા છે. આ વખતની ૨૦૧૯ની ચૂંટણી અગાઉની દરેક ચૂંટણી કરતા અલગ રહેશે કેમ કે આ વખતે જનતા કોઇ પક્ષને નહીં પણ દેશ માટે મત આપી રહી છે.
ટાઇમ મેગેઝિનના ડિવાઇડર ઇન ચીફ લેખની વિશ્વસનીયતા પર મોદીએ શંકા વ્યક્ત કરી
થોડા દિવસ પહેલા ટાઇમ મેગેઝિનના કવર રેજ પર નરેન્દ્ર મોદીને ડિવાઇડર ઇન ચીફ ગણાવ્યા હતા. જેને લઇને ભારે વિવાદ થયો હતો, આ સ્થિતિ વચ્ચે હવે નરેન્દ્ર મોદીએ પહેલી વખત તેનો ઉલ્લેખ પોતાના નિવેદનમાં કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ટાઇમ વિદેશી મેગેઝિન છે અને તેના લેખક પણ પાકિસ્તાની પરિવાર સાથે સંકળાયેલા હોવાનું કહેવાઇ રહ્યું છે જે આ મેગેઝિનની વિશ્વસનીયતા કેટલી છે તે કહેવા માટે પુરતા છે. ટાઇમ મેગેઝિનના કવર પેજ પર ડિવાઇડર ઇન ચિફ તરીકે મોદીને ચીતરવામાં આવ્યા હતા. સાથે દાવો કરવામાં આવ્યો હતો કે વર્તમાન સરકારના શાસનમાં દેશમાં સૌથી વધુ ભાગલા પડયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W5cSdr
via Latest Gujarati News
0 Comments