જેઓ લોકશાહીમાં માને છે, તેમણે તો ખુલ્લા હૃદયે મોદીને અભિનંદન આપવા જોઇએ



- મુસ્લિમોના તુષ્ટિકરણની આ પ્રક્રિયાએ ભારત, યુરોપ અને અમેરિકાના બહુમતી લોકોને દુઃખ પહોંચાડયું છે 

- વિશ્વના કરોડો મુસ્લિમો ગરીબાઇમાં જીવે છે અને તેમના કુટિલ નેતાઓ મુસ્લિમ મહાનતાના ગાણા ગાય  છે

- જે વિશ્વમાં રહે છે તેમાં સંમિલિત થવાનો કે ભળી જવાનો મુસ્લિમો ઇનકાર કરે છે. 

- ઉદારમતવાદી ડાબેરીઓનો વાસ્તવિક પરિસ્થિતિ સાથેનો નાતો ખૂબ જ નહિવત છે. 

ભારતની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ્વલંત વિજયે વધુ એક વાર પુરવાર કરી દીધું કે 'પોલિટિકલ કરેક્ટનેસ' છેવટે તો 'કરેક્ટ' નથી. જેઓ લોકશાહીમાં માને છે, તેમણે તો ખુલ્લા હૃદયે મોદીને અભિનંદન  આપવા જોઇએ.

કોઇને ગમે તેટલો દ્વેષ કે ઇર્ષા હોય, હકીકત એ છે કે લિબરલ લેફ્ટ અર્થાત ઉદારમતવાદી ડાબેરીઓનો વાસ્તવિક પરિસ્થિતિ સાથેનો નાતો ખૂબ જ નહિવત  છે. વિશ્વના દેશો રાષ્ટ્રવાદ દ્વારા તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાનું પસંદ કરે છે, એ હકીકત ધ્યાનમાં રાખવામાં તેઓ નિષ્ફળ ગયા છે. આવા રાષ્ટ્રોને આપણે ભલે ફાસીવાદી, જાતિવાદી (રેસિસ્ટસ) કે ઇસ્લામ પ્રત્યેના પૂર્વગ્રહથી પીડાનાર કહીએ, પણ વાસ્તવિકતા એ છે કે આ દેશો વૈશ્વિકતાના આપણા ઢોંગી કે જૂઠા સૂત્રો કયારેય અપનાવવાના નથી.

મુસ્લિમો અને ઉદારવાદી ડાબેરીઓ ગમે તેટલો દ્વેષ કે રોષ રાખે પણ આ સદીની વાસ્તવિકતા એ છે કે હિન્દુ, બૌધ્ધ અને ક્રિશ્ચિયાનિટી જેવા જૂના ધર્મોનું પુનરૂત્થાન થઈ રહ્યું છે.

શાંતિપૂર્ણ નિંદ્રામાં પોઢેલા આ ધર્મોને અવળચંડાઈ કરી કોણે જગાડયા ? (શાંતિપૂર્ણ રીતે પ્રસ્થાપિત આ ધર્મોને ઉશ્કેરીને કોણે પુનઃ ચેતનવંતા બનાવ્યા? તે પાછળના કારણો ઘણાં અટપટા અને જટિલ તેમજ દુઃખદ પણ છે. દરેક જગ્યાએ આપણે ખિલાફત અને શરિયતના પુનરૂત્થાન માટેના આંદોલનો તેમજ ગતિવિધિઓ જોઈ રહ્યાં છે. જેનાથી હિન્દુ, બૌધ્ધ, ખ્રિસ્તી જેવા જૂના ધર્મોમાં માનનારામાં ઉશ્કેરાટ ફેલાય છે.

બીજી તરફ વિધિની વક્રતા  જુઓ કે પશ્ચિમના દેશોના તથા ભારતના ઉદાર મતવાદીઓ મુસ્લિમોની આ ખોટી ગતિવિધિઓને ટેકો આપી રહ્યાં છે. મુસ્લિમોના તુષ્ટિકરણની આ પ્રક્રિયાએ ભારત, યુરોપ અને અમેરિકાના બહુમતી લોકોને દુઃખ પહોંચાડયું છે અને નારાજ કર્યા છે.

એટલું જ નહીં આનાથી તો ખુદ મુસ્લિમોને પણ બહુ મોટું નુકસાન થયું છે કે જેમણે આ ઝાંઝવાના જળ પાછળ દોડવામાં છેલ્લા સૈકાઓથી તેમની શક્તિ અને સાધનસમ્પતિ બરબાદ કરી છે. તેઓ જે વિશ્વમાં રહે છે તેમાં સંમિલિત થવાનો કે ભળી જવાનો મુસ્લિમો ઇન્કાર કરે છે.

આ લોકોએ દુનિયાના અબજો લોકોમાં ભયગ્રંથિ અને દ્વેષભાવના જગાવી દીધી છે, અને જૂના ધર્મોને પોતાના બચાવમાં પુનઃજાગૃત થવાની દિશામાં તેમણે ધકેલ્યા છે. એકાદ અબજ મુસ્લિમો ગરીબાઇ અને દુઃખમાં જિન્દગી ગુજારી રહ્યા છે. જ્યારે તેમના કુટિલ નેતાઓ મુસ્લિમ મહાનતાના ગાણાં ગાયા કરે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XfDtld
via Latest Gujarati News

Post a Comment

0 Comments