રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી મર્યાદાઓને પહોંચી વળવા પૂરતા માળખાનો વિકાસ જરૂરી



રિન્યુએબલ એનર્જીને ગ્રીડ સાથે જોડી દેવા પર અપાઈ રહેલા ખાસ ધ્યાનને જોતા આવનારા વર્ષોમાં ભારતના ઊર્જા ક્ષેત્રમાં વ્યાપક બદલાવ જોવા મળવાની સંભાવના છે.  ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટસ રિન્યુએબલ એનર્જીને ગ્રીડ સાથે જોડી દેવા ભારતે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. 

પ્રદૂષણ ફેલાવતી પરંપરાગત ઊર્જાના સ્થાને રિન્યુએબલ એનર્જી આવકાર્ય પગલું છે ત્યારે, આ એનર્જી સંપૂર્ણપણે કુદરત પર આધાર રાખતી હોવાથી તેને પોતાની અનેક મર્યાદાઓ અને પડકારો રહેલા છે. આવી સ્થિતિમાં વીજ પૂરવઠામાં ખલેલ ન પહોંચે અને ધસારાના સમયે પણ વીજ પૂરવઠો ચાલુ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવાની રહે છેે. 

રિન્યુએબલ એનર્જીમાં મુખ્ય પડકાર માગ અને સમયબદ્ધ વીજ ઉત્પાદનની ખાતરી રાખવાને લગતો છે. આનો અર્થ વીજ કંપનીઓ વર્તમાન સમયમાં માગ અને પૂરવઠાની અનિશ્ચિતતાને હાથ ધરવાની તૈયારી રાખવાની રહે છે. આ માટેના ઉકેલો ઝડપી અમલી બનાવવા રહ્યા જેથી રિન્યુએબલ એનર્જીના કમર્સિઅલ અને સ્થિરતાના મુદ્દાને પાર પાડી શકાય.

વિશ્વભરમાં  રિન્યુએબલ એનર્જીના વિકાસ સાથે તેની સાતત્યતા જાળવી શકાય તેવી સિસ્ટમ્સને સ્વીકારવામાં આવી રહી છે. દેશમાં રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે  બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ), પરિવહન લાઈન્સ અને સબસ્ટેશનોને મજબૂત  બનાવવાની પણ એટલી જ આવશ્યકતા છે. 

પરંપરાગત ઊર્જાઓની પ્રવર્તતી અછતને પરિણામે દેશમાં રિન્યુએબલ એનર્જીનું મહત્વ વધી રહ્યું છે.  રિન્યુએબલ એનર્જીના સ્રોતોની દ્રષ્ટિએ ભારત એક સમૃદ્ધ દેશ છે. આપણા દેશ માટે રિન્યુએબલ એનર્જી  હવે નવું ક્ષેત્ર રહ્યું નથી. ક્ષમતાનો ઉપયોગ કરવા ભારત સરકાર તરફથી ખરી દિશાની નીતિઓ તૈયાર થઈ રહી છે તે આપણું સદ્ભાગ્ય છે. નીતિની સાથોસાથ આ એનર્જીના પૂરવઠામાં આવતી રુકાવટો દૂર કરવા વિતરણ તથા પરિવહન માળખાને મજબૂત બનાવવાના પ્રયાસોને વધુ જોર અપાઈ રહ્યું છે. 

રાજ્ય સરકારો હસ્તકની વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ)ના વીજ પરિવહન અને વિતરણ  ખોટ જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં સરેરાશ ૧૯.૫૦ ટકા  રહી હતી તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં સાધારણ ઘટીને સરેરાશ ૧૯ ટકા  જોવા મળી છે. જો કે આ ઘટાડો ખાસ આકર્ષક નથી. વીજ ચોરી તથા ડીસ્કોમ્સની વીજ વિતરણમાં બિનકાર્યક્ષમતાને કારણે આ ખોટ જાય છે. 

ડીસ્કોમ્સને દેવાબોજમાંથી બહાર કાઢવા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી ઉદય સ્કીમને કારણે નુકસાનમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે.

ઉદય યોજનાને પૂરા થયેલા અઢી વર્ષ બાદ તેની કામગીરી  પર નજર નાખીએ તો જણાય છે કે ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં ડીસ્કોમ્સના બિલિંગમાં ૮ ટકા વધારો થઈને ૬૦૧૮૨૨ મિલિયન યુનિટસ રહ્યું હતું, જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં ૫૫૬૬૯૮ મિલિયન યુનિટસ રહ્યું હતું.કાર્યક્ષમતાની દ્રષ્ટિએ પણ ડીસ્કોમ્સે કરેલા વીજ પૂરવઠામાંથી ૮૪.૯૦ ટકા માટે બિલિંગ કર્યું હતું જે જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં ૮૪.૬૦ ટકા કરાયું હતું. બિલની વસૂલીમાં પણ સુધારો થઈને તે ૯૫.૩૦ ટકા રહ્યો હતો. 

રેલવેના નૂર દર તથા કોલસાના ખર્ચમાં વધારો થતાં ડીસ્કોમ્સની વીજ ખરીદી પાછળનો ખર્ચ સાધારણ વધી ગયો હતો.  કોલસાના ભાવ તથા નૂર દરમાં વધારાને કારણે ડીસ્કોમ્સ માટે વીજ ખર્ચમાં પ્રતિ યુનિટ ૩૪ પૈસાનો વધારો થયો હતો. જો કે જે હેતુસર ઉદય યોજના દાખલ કરવામાં આવી છે તે બર આવી નહીં હોવાનું જણાય છે. ડીસ્કોમ્સની ખોટ જે ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં રૂપિયા ૧૪૩૯૨ કરોડ રહી હતી તે ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં વધીને 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq1H6S
via Latest Gujarati News

Post a Comment

0 Comments