મુંબઈ,તા. 20 મે, 2019, સોમવાર
સેબી અને સ્ટોક એક્સચેન્જોએ આ અઠવાડિયા દરમિયાન ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને બજારમાં કોઈ પણ પ્રકારની ખલેલને અટકાવવા માટે તેમની મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી છે. રવિવારના રોજ એક્ઝિટ પોલની જાહેરાત થયા પછી આજે તેમની મોનિટરિંગ સિસ્ટમને પહેલેથી તૈયાર કરી લેવામાં આવી છે.
ઉપરાંત ગુરુવારના રોજ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા, આ મોનિટરિંગ સિસ્ટમને વધું ચુસ્ત કરવામાં આવશે. ચૂટણીના પરિણામો બિઝનેસ પર અસર કરી શકે છે, તેમજ આ સિસ્ટમની મજબૂત દેખરેખ હેઠળ બજારમાં કોઈપણ પ્રકારના વિક્ષેપ અથવા વધું વધ-ઘટના ભયને રોકવા માટે મદદ કરશે.
વિક્ષેપ ઉત્પન્ન કરનારાઓ શેરબજારમાં વધ-ઘટના સમયે લાભ ઉઠાવવા માટે તત્પર હોય છે. તેથી આ મુશ્કેલીઓને રોકવા માટે તેમજ તેમના પર નજર રાખવા માટે આ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ ૨૩ મે એટલે કે, પરિણામના દિવસ સુધી તેમના પર નજર રાખવા માટે તત્પર રહેશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ હેઠળ સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ અને ઓપ્શન્સની પ્રવૃત્તિઓ પર પણ દેખરેખ રાખવામાં આવશે. સિંગાપોર એક્સચેન્જમાં ટ્રેડિંગ ભારતીય બજાર કરતાં કેટલાક સમય પહેલાથી શરૂ થઈ જાય છે, અને તેમના વલણની સામાન્ય રીતે સ્થાનિક બજાર પર અસર જોવા મળે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JSkHg4
via Latest Gujarati News
0 Comments