
(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ, તા. 24 જૂન 2019, સોમવાર
છત્તીસગઢના વિલાસપુર ખાતેથી ગુમ થયેલ વ્યક્તિ ૨૫ વર્ષ બાદ તેના કુટુંબીજનોની મુલાકાત થઈ છે અનેક વર્ષોની શોધખોળ કર્યા બાદ હવે ફરી તે ઘરે આવશે કે તેની આશા ઘરવાળાઓએ છોડી દીધી હતી તેની રાહ જોતી તેની માતા આખરે મૃત્યુ પામી પરંતુ કુદરતે તેની મુલાકાત ફરી કુટુંબ સાથે કરાવી છે. ફિલ્મમાંની કહાની જેવી આ કથા છે સલીમ શેખ (૫૩) આ વ્યક્તિની આધાર સંસ્થાએ તેની ફરી તેના નાના ભાઈ જોડે મુલાકાત કરી આપી મોઢા પર વૃદ્ધાવસ્થાની કરચલી પડેલા સલીમને મળતાં જ ભાઈની આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડયા અને આનંદ ઉમટયો ભાઈની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ.
માનસિક સમતુલન ગુમાવેલી અવસ્થામાં ૧૯૯૪માં સલીમ ઘરમાંથી અચાનક ગાયબ થયો હતો. ત્યારે સાઘારણ તે વિશીત હતો. અનેક ઠેકાણે તેને શોધ્યો પરંતુ તેને કોઈ ખબર મળી નહીં તેના ઘરના લોકોએ તો તેની આછા છોડી દીધી હતી.
૧૯ જૂનની સાંજે સચિન શિર્કે એ આધાર સંસ્થાના અધ્યક્ષ વિનાયક આભાળેને ફોન કરી માનસિક સમતુલન ગુમાવેલો એક વ્યક્તિ વેસ્ટમાંના શૈલબજાર પરિસરમાંના રસ્તા પર પડેલો હોવાનું જણાવ્યું ત્યારબાદ આભાળે એ સંસ્થાના સચિવ અક્ષય બર્ડ સહિત અન્ય ત્યાં પહોંચ્યા તે વ્યક્તિએ પોતાનું નામ સલીમ શેખ હોઈ તે છત્તીસગઢનો હોવાનું કહ્યું તેટલીજ માહિતી તેની પાસેથી મળી તેના આધારે આભાળે એ તેના કુટુંબીજનોની શોધ શરુ કરી દરમ્યાન શલીમની પ્રાથમિક સારવાર કરી તેને મહાત્મા ફુલે ચોક પોલીસની મદતથી ડોંબિવલીની એક સંસ્થામાં દાખલ ર્યો આભાળે એ આ બાબતે છત્તીસગઢ પોલીસનો સંપર્ક ક્ય ત્યારે ૨૫ વર્ષ પહેલાં વિદ્યાનગર, ઇન્દિરા કોલોની ખાતેથી એક વ્યક્તિ ગુમ થયાની નોંધ સ્થાનીક પોલીસ થાણામાં હોવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ બીજા દિવસે આભાળે ને છત્તીસગઢ પોલીસએ ફોન કરી સલીમના સગા સંબંધી શોધી કાઢયા હોઇ તે સલીમને લેવા કલ્યાણ આવશે એવું કહેવડાવ્યું તે પ્રમાણે રવિવારે સવારે સલીમનો ભાઇ જૂનેદ કલ્યાણ ખાતે પોતાના ભાઈને ઘરે લઈ જવા માટે આવ્યો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં સલીમનો તાબો જૂનેદને આપવામાં આવ્યો હતો.
આ સમયે વૃદ્ધત્વમાં પહોંચેલા પોતાના ભાઈને જઈ જૂનેદ તેની આંખના આંસુને રોકી શક્યો નહીં. તેણે આધાર સંસ્થાના પદાધિકારી અને મહાત્મા ફુલે ચૌક પોલીસનો આ સમયે આભાર માન્યો વરિ પોલીસ ઇન્સપેકટર પ્રકાશ લટે એ આભાર સંસ્થાનું ગૌરવ કરી આવા પ્રકારે કામ કરનારા એનજીઓ અથવા વ્યક્તિઓને હંમેશા સહકાર અપાશે તેવું આશ્વાસન તેમણે આપ્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FwdqiZ
via Latest Gujarati News
0 Comments