મુખ્ય પ્રધાનના બંગલા સહિત વિવિધ પ્રધાનોના પાણીના બિલ પેટે પાલિકાને 8 કરોડ રૂપિયા લેણાં


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  24 જૂન 2019, સોમવાર

પાણીના બિલ નહિ ભરનારા સામાન્ય નાગરિક સામે મુંબઇ મહાનગર પાલિકા કઠોર કાર્યવાહી કરે છે. અનેક વખત પાણી પુરવઠો ખંડિત કરે છે. પણ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત અન્ય પ્રધાનો માટે પાલિકાનો ન્યાય અલગ હોવાનું જોવા મળે છે. મુખ્ય પ્રધાન સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલાના ૭ લાખ ૪૪ હજાર ૯૮૧ રૂપિયાના પાણી બિલ સહિત અન્ય પ્રધાનના શાસકીય નિવાસસ્થાન મળીને કુલ ૮ કરોડ રૂપિયા પાણીના બિલ પેટે પાલિકાને લેણા લેવાના નીકળે છે.

આ જાણકારી માહીતિ અધિકાર (આર.ટી.આઇ.) થકી પ્રકાશમાં આવી છે. પાલિકા મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોના શાસકીય નિવાસસ્થાન પર મહેરબાન કેમ? એવો પ્રશ્ન ઉપસ્થિત કરાયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વર્ષા બંગલાને પાલિકાએ ડિફોલ્ટર જાહેર કર્યો છે. આર.ટી.આઇ. કાર્યકર્તા શકીલ અહમદ શેખે પાલિકા પાસે પાણીના પેટે લેણા બાબતે આર.ટી.આઇ કરીને જાણકારી મેળવી હતી. 

આ માહિતીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાનના ૭ લાખ ૪૪ હજાર ૯૮૧ રૂપિયા, નાણા પ્રધાન સુધીરમ ુનગંટીવારના દેવગિરી શાસકીય નિવાસસ્થાનનું ૧ લાખ ૪૫ હજાર ૦૫૫ રૂપિયા, શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેના શાસકીય નિવાસસ્થાન સેવા સદનના ૧ લાખ ૬૧ હજાર ૭૧૯ રૂપિયા, મહિલા અને બાલવિકાસ પ્રધાન પંકજા મુંડેના શાસકીય નિવાસસ્થાન રોયલસ્ટોનના ૩૫ હજાર ૦૩૩ રૂપિયા, સાર્વજનિક બાંધકામ વિભાગના પ્રધાન એકનાથ શિંદેના શાસકીય નિવાસસ્થાન નંદનવનના ૨ લાખ ૨૮ હજાર ૪૨૪ રૂપિયા, ઉર્જા પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેના શાસકીય નિવાસસ્થાન જેતવનના ૬ લાખ ૧૪ હજાર ૮૫૪ રૂપિયા, પશુસંવર્ધન પ્રધાન મહાદેવ જાનકરના શાસકીય નિવાસન મુક્તાગિરીના ૧ લાખ  જ્ઞાાનેશ્વરી શાસકીય અન્ન નાગરિક પુરવઠા પ્રધાન ગિરીશબાપટના ૭૩ હજાર ૪૯૭ રૂપિયા, જ્ઞાાનેશ્વરી શાસકીય નિવાસસ્થાનના ૫૯૭૭૮ રૂપિયા, સહ્યાદ્રી અતિથીગૃહના ૧૨ લાખ ૦૪ હજાર ૩૯૦ રૂપિયા પાણીના બિલ પેટે લેણા નીકળે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZK3cD6
via Latest Gujarati News

Post a Comment

0 Comments