
મુંબઇ, તા. 24 જૂન 2019, સોમવાર
મિરારોડમાં રહેતા એક ૪૨ વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની વૃધ્ધ માતાને ઝેર આપી પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું. આ બન્નેના મૃતદેહ મિરારોડમાં તેમના ભાડાના ઘરમાંથી મળી આવ્યા હતા. જોકે પોલીસાનુસાર આ બન્નેનું મૃત્યુ બે દિવસ પૂર્વે જ થયું હતું.
મૃતક વેંકટેશ્વર ઐય્યર (૪૨)નો મૃતદેહ બેડરૂમમાંથી જ્યારે તેની માતા મિનાક્ષીનો (૭૫) મૃતદેહ પોલીસને હોલમાંથી મળી આવ્યો હતો. અહીં ચાર્જિંગ પર મૂકેલા એક લેપટોપ પર વેંકટેશ્વરે એક સુસાઈડ નોટ મૂકી હતી જેમાં જણાવ્યું હતું કે માતાને ઝેર આપી તે પણ ઝેર ગટગટાવી આત્મહત્યા કરી રહ્યો છે. ઉપરાંત આ માટે કોઈપણ જવાબદાર ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે. એવું કહેવાય છે કે મૃતકે વેંકટેશ્વર નાણાકીય કટોકટીથી હેરાન હતો.
રવિવારે બપોરે અહીંના સ્થાનિક રહેવાસીઓએ ફલેટના માલિકને કોલ કરીને જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે. દરવાજો ખટખટાવ્યા બાદ પણ અંદરથી કોઈ પ્રતિસાદ નથી મળી રહ્યો. આ વાતથી જાણ કરાતા જ ફલેટનો માલિક ઘટનાસ્થળે આવ્યો હતો અને બીજી ચાવીની મદદથી ફલેટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે દરવાજો અંદરથી બંધ હતો. બિલ્ડીંગના વોચમેને પણ જણાવ્યું હતું કે તેણે છેલ્લા ત્રણ દિવસથી ફલેટમાં રહેતા માતા- પુત્રને જોયા નથી. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દરવાજો ખોલતા અંદર માતા- પુત્ર બન્ને મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. ઐ?ર માતા- પુત્ર મૂળ કેરળના હોઈ બે વર્ષ પહેલાં અહીંયા રહેવા આવ્યા હતા.
પોલીસે એવી શંકા વ્યક્ત કરી હતી કે વેંકટેશ્વર છેલ્લા થોડા સમયથી બેરોજગાર હતો અને તેણે છેલ્લા થોડા સમયથી ફલેટનું ભાડુ પર સમયસર ભર્યું નહોતું. તેથી તે નાણાભીડમાં હશે અને આવું અંતિમ પગલું ભર્યું હશે. પોલીસે આ સંદર્ભે અકસ્માત મૃત્યુની નોંધ કરી બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31PjrAI
via Latest Gujarati News
0 Comments